For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉમ્બે હાઈકોર્ટે સુશાંત સિંહ રાજપૂતની કરી પ્રશંસા - તે માસૂમ અને સારા વ્યક્તિ હતા

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુશાંતની પ્રશંસા કરી અને કહ્યુ કે તેમનો ચહેરો જ જણાવે છે કે તેઓ એક સારા વ્યક્તિ હતા.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ Sushant singh Rajput: બૉલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી સામે દાખલ કરવામાં આવેલી સુશાંત સિંહની બહેનોની અરજી પર બૉમ્બે હાઈકોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુશાંતની પ્રશંસા કરી અને કહ્યુ કે સુશાંત ચહેરાથી ખૂબ માસૂમ લાગતા હતા. તેમનો ચહેરો જ જણાવે છે કે તેઓ એક સારા વ્યક્તિ હતા.

sushant

રિયાની અરજી વિરુદ્ધ સુશાંતની બહેનોએ કરી છે અરજી

જસ્ટીસ એસ એસ શિંદે અને જસ્ટીસ એમ એસ કાર્ણિકની બેંચે ગુરુવારે સુશાંતની બહેનો પ્રિયંકા સિંહ અને મીતુ સિંહની અરજી પર સુનાવણી કરી. આ અરજીમાં માંગ કરવામાં આવી કે સુશાંતના પ્રિસ્ક્રીપ્શન સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી છે. આ કેસમાં સુશાંતની બહેનોએ એફઆઈઆર નોંધાવવાનો પણ અનુરોધ કર્યો છે. સાથે જ રિયા ચક્રવર્તીએ જો જામીન અરજી દાખલ કરી છે તેને પણ ફગાવી દેવાની માંગ આ અરજીમાં કરવામાં આવી છે.

ધોની ફિલ્મમાં સુશાંતના કામની થઈ પ્રશંસા - હાઈકોર્ટ

પ્રિયંકા સિંહ અને મીતુ સિંહની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટની બેંચે સુશાંતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં તેમના કામની પ્રશંસા કરી. બેંચે કહ્યુ કે કેસ પણ કંઈ હોય..સુશાંત સિંહનો ચહેરો જોઈને કોઈ પણ કહી શકે છે કે તે માસૂમ અને સીધા તેમજ એક સારા વ્યક્તિ હતા. ખાસ કરીને એમએસ ધોની ફિલ્મમાં તેમના કામને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ.

પ્રિયંકા ચોપડાએ લંડનના સલૂનમાં તોડ્યો કોવિડ 19 લૉકડાઉન નિયમપ્રિયંકા ચોપડાએ લંડનના સલૂનમાં તોડ્યો કોવિડ 19 લૉકડાઉન નિયમ

English summary
Bombay High court praised Sushant Singh Rajput during hearing on Sushant's sisters plea.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X