Border 2 BO Collection Day 5: બોક્સ ઓફિસ પર 'બોર્ડર 2'નું તોફાન, 5 દિવસમાં કરી છપ્પરફાડ કમાણી

Border 2 Box Office Collection Day 5: બોલિવૂડની વોર-એક્શન ફિલ્મ 'બોર્ડર 2' બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. 4 દિવસના ઓપનિંગ વીકેન્ડમાં રેકોર્ડબ્રેક કમાણી કર્યા બાદ ફિલ્મે 5માં દિવસે પણ શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ખાસ વાત એ છે કે વીકડેઝ હોવા છતાં 'બોર્ડર 2'નું કલેક્શન ઘણી મોટી ફિલ્મો કરતા ઘણું આગળ ચાલી રહ્યું છે.

Border 2 Box Office Collection

ચાર દિવસમાં 'બોર્ડર 2'એ રચ્યો ઇતિહાસ

સૌ પ્રથમ નજર કરીએ ફિલ્મી અત્યાર સુધીની બોક્સ ઓફિસ સફર પર:

  • Day 1 (શુક્રવાર): 30 કરોડ
  • Day 2 (શનિવાર): 36.5 કરોડ (પ્રથમ દિવસની સરખામણીએ 21.67% ગ્રોથ)
  • Day 3 (રવિવાર): 54.5 કરોડ (49.32% નો જબરદસ્ત ઉછાળો)
  • Day 4 (સોમવાર - પ્રજાસત્તાક દિવસ): 59 કરોડ (8.26% નો ગ્રોથ)

ચાર દિવસમાં 'બોર્ડર 2'એ એવો રેકોર્ડ બનાવ્યો કે તે ભારતની સૌથી વધુ કમાણી કરનારી 'ફર્સ્ટ મન્ડે' (પ્રથમ સોમવાર) ફિલ્મ બની ગઈ છે.

Border 2 Box Office Collection Day 5: મંગળવારની કમાણી

ટ્રેડ આંકડા જાહેર કરતી વેબસાઇટ 'સેકનિલ્ક' મુજબ, 27 જાન્યુઆરી 2026 (મંગળવાર) એટલે કે રિલીઝના 5માં દિવસે ફિલ્મે 8.2 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ 'બોર્ડર 2'નું ઇન્ડિયા નેટ કલેક્શન 185.2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

5માં દિવસનો ઓક્યુપન્સી રિપોર્ટ

મંગળવારે વર્કિંગ ડે હોવાને કારણે થિયેટરોમાં થોડો ઘટાડો નોંધાયો હતો. મોર્નિંગ શોની ઓક્યુપન્સી 11.21% રહી હતી. જોકે, વીકડેઝના હિસાબે આ આંકડો હજુ પણ મજબૂત પકડ દર્શાવે છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું નિવેદન

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે- 'બોર્ડર 2'ને અત્યારે કોઈ રોકી શકતું નથી. ફિલ્મે પ્રી-રિલીઝની તમામ અપેક્ષાઓને મોટા અંતરથી પાછળ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને બોક્સ ઓફિસના આંકડાઓએ સંપૂર્ણપણે શાંત કરી દીધા છે.

તરણ આદર્શે વધુમાં લખ્યું છે કે- ફિલ્મ સંપૂર્ણપણે બ્લોકબસ્ટર ટ્રેન્ડ પર ચાલી રહી છે. હવે મંગળવારથી ગુરુવાર સુધીની કમાણી એ નક્કી કરશે કે આ ફિલ્મની રફ્તાર કેટલી લાંબી અને કેટલી મજબૂત રહેવાની છે.

મેકર્સનો દાવો - 4 દિવસમાં 193 કરોડ પાર

'બોર્ડર 2'ની પ્રોડક્શન કંપની ટી-સીરીઝે પણ સત્તાવાર આંકડા શેર કર્યા છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે - "જ્યારે હિન્દુસ્તાનને કોઈ વાર્તા પસંદ આવે છે, ત્યારે આવું જ થાય છે." મેકર્સના જણાવ્યા મુજબ ફિલ્મે 4 દિવસમાં 193.48 કરોડની કમાણી કરી લીધી છે અને તેને 'હિન્દુસ્તાનની જીત' ગણાવી છે.

નોસ્ટેલજીયા અને દેશભક્તિનું જબરદસ્ત મિશ્રણ

ફિલ્મનું દરેક દ્રશ્ય દેશપ્રેમ, લાગણી અને બલિદાનની ભાવનાથી ભરેલું છે. સિનેમા હોલમાં દર્શકોની તાળીઓ અને ઘણી જગ્યાએ ભાવુક થઈ જવું એ વાતનો પુરાવો છે કે 'બોર્ડર 2' સીધી લોકોના દિલને સ્પર્શી રહી છે.

બોક્સ ઓફિસ પર જે રીતે આ ફિલ્મ આગળ વધી રહી છે, તે વર્ષ 2026ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સ્થાન મેળવી શકે છે. હવે સૌની નજર એ વાત પર છે કે ફિલ્મ 200 કરોડના ક્લબમાં ક્યારે સામેલ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X