Border 2 BO Collection Day 7: સાતમાં દિવસે 'બોર્ડર 2'ની રફ્તાર ધીમી પડી, જાણો કેટલી કરી કમાણી
Border 2 Box Office Collection Day 7: સની દેઓલની વોર ડ્રામા ફિલ્મ 'બોર્ડર 2' બોક્સ ઓફિસ પર મજબૂતીથી ટકી રહી છે. આ ફિલ્મ ગત 23 જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક પર્વના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે થિયેટરોમાં રિલીઝના 7 દિવસ પૂર્ણ કરી લીધા છે અને આ દરમિયાન તેણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ફિલ્મ 'બોર્ડર 2'ની ગતિ થોડી સુસ્ત પડી
વીકેન્ડ અને રજાઓમાં શાનદાર કમાણી કર્યા બાદ વર્કિંગ ડેઝ (કામકાજના દિવસો) માં ફિલ્મની રફ્તાર થોડી ધીમી જરૂર પડી છે, પરંતુ તેમ છતાં 'બોર્ડર 2'એ 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
Border 2 Day 7 Collection: સાતમા દિવસે કેટલી રહી કમાણી?
સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી સ્ટારર વોર ડ્રામા ફિલ્મ 'બોર્ડર 2'ને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની દેશભક્તિ, ઈમોશનલ સીન્સ અને દમદાર પર્ફોર્મન્સના જોરદાર વખાણ થઈ રહ્યા છે. જોકે, પ્રજાસત્તાક દિવસની રજા પૂરી થયા પછી વર્કિંગ ડેઝ શરૂ થતા જ ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.
'બોર્ડર 2'નો અત્યાર સુધીનો બોક્સ ઓફિસ ટ્રેન્ડ
- પહેલો દિવસ: 30 કરોડ રૂપિયાનું શાનદાર ઓપનિંગ
- બીજો દિવસ: 21.67 ટકાના ઉછાળા સાથે 36.5 કરોડ રૂપિયા
- ત્રીજો દિવસ: 49.32 ટકાના વધારા સાથે 54.5 કરોડ રૂપિયા
- ચોથો દિવસ: 59 કરોડ રૂપિયાનું રેકોર્ડ સિંગલ-ડે કલેક્શન
- પાંચમો દિવસ: 66.10 ટકાના ઘટાડા છતાં 20 કરોડની મજબૂત કમાણી
- છઠ્ઠો દિવસ: 13 કરોડ રૂપિયાનો કારોબાર
સેકનિલ્ક (Sacnilk) ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે 7માં દિવસે એટલે કે 29 જાન્યુઆરી 2026 (ગુરુવાર) ના રોજ 11.25 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મની 7 દિવસની કુલ કમાણી 224.25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
Border 2 Hit or Flop: શું હિટનો ટેગ મળશે?
જો ફિલ્મના બજેટની વાત કરીએ તો 'બોર્ડર 2'નું બજેટ અંદાજે 275 કરોડ રૂપિયા છે. તેવામાં ફિલ્મ હવે તેની પડતર કિંમત (ખર્ચ) કાઢવાથી લગભગ 50 કરોડ રૂપિયા દૂર છે. ટ્રેડ એનાલિટ્સનું માનવું છે કે બીજા વીકેન્ડ સુધીમાં ફિલ્મ બજેટનો આંકડો પાર કરી શકે છે, પરંતુ હિટનો ટેગ મેળવવા માટે તેણે 300 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરવું પડશે. હિટ સાબિત થવા માટે ફિલ્મે તેના બજેટના 120થી 140 ટકા સુધીનો બિઝનેસ કરવો જરૂરી છે.
શું છે 'બોર્ડર 2'ની દમદાર કહાની?
'બોર્ડર 2'એ વર્ષ 1997માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ 'બોર્ડર'ની સિક્વલ છે. આ ફિલ્મને ટી-સીરીઝ અને જેપી ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિર્દેશનની કમાન અનુરાગ સિંહે સંભાળી છે. આ ફિલ્મની કહાની 1971ના ભારત-પાક યુદ્ધ અને તે જ સંઘર્ષના બેકગ્રાઉન્ડ પર આધારિત છે.












Click it and Unblock the Notifications
