Box office: રિલિઝના પહેલા અને પછી દિલવાલે vs બાજીરાવ મસ્તાની
ગત શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મ દિલવાલે અને બાજીરાવ મસ્તાની એક બીજાને બોક્સ ઓફિસ પર જોરદારની ટક્કર આપી રહી છે. રોહિલ શેટ્ટીની ફિલ્મ દિલવાલે જ્યાં વિદેશોમાં અને ભારતમાં બન્નેમાં સારું ઓપનિંગ કરી રહી છે. ત્યાં જ બાજીરાવ મસ્તાની પણ તેના વર્ડ ઓફ માઉથના કારણે સારી કમાણી કરી છે.
રોહિત શેટ્ટીની ફિલ્મ દિલવાલે પાસે એક મસાલેદાર ફિલ્મના જેવી તમામ વસ્તુઓ છે એક્શન, રોમાન્સ, ડ્રામા અને શાહરૂખ અને કાજોલ જેવી શાનદાર જોડી છે. તો બીજી તરફ બાજીરાવમાં દિપીકા પાદુકોણ અને રણવીર સિંહની સ્ટ્રોંગ કેમેસ્ટ્રી, અદ્ધભૂત સુંદર ફ્રેમ વર્ક અને સીન છે.
ત્યારે એક બાજુ રિલિઝના પહેલા દિવસે દિલવાલે ફિલ્મે જ્યાં 21 કરોડ રૂપિયાની કમાણી કરી તો બીજી તરફ બાજીરાવ મસ્તાનીએ રિલિઝના પહેલા દિવસે 12.8 કરોડનું કલેક્શન કર્યું. ત્યારે બીજા દિવસે જ્યાં બાજીરાવ મસ્તાનીએ સારી કમાણી કરી ત્યાં જ બીજી તરફ દિલવાલેએ વિદેશમાં સારી કમાણી કરી બતાવી.
ત્યારે ફિલ્મના રિલિઝ પહેલા તેની કમાણી વિષે શું પ્રેડિક્સ થયા હતા અને શું આ બન્ને ફિલ્મો આ પ્રેડિક્સ પર ખરી ઉતરી છે અને બોક્સ ઓફિસમાં આ ફિલ્મે વિકએન્ડમાં કેટલી કમાણી કરી તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

બાજીરાવ મસ્તાની
બાજીરાવ મસ્તાનીએ રિલિઝના દિવસે 12.80 કરોડની કમાણી કરી. વર્ડ ઓફ માઉથના જબદસ્ત પ્રતિસાદના કારણે શનિવાર અને રવિવારે આ ફિલ્મની કમાણી વધી હતી.

પ્રેડિક્શન
જો કે જાણકારોએ આ ફિલ્મની રિલિઝ પહેલા પ્રેડિક્શન કર્યું હતું કે આ ફિલ્મ 14-16 કરોડની ઓપનિંગ કરશે પણ તેવું થયું નહીં.

દિલવાલે
ફિલ્મે પહેલા જ દિવસે 22-25 કરોડની કમાણી જોરદાર કમાણી કરી. અને આ ફિલ્મ આગળ પણ સારી કમાણી કરશે તેવું જાણકારોનું માનવું છે.

દિલવાલે શાહરૂખ તોડશે સલમાનનો રેકોર્ડ
શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલેમાં તમામ પ્રકારના મસાલા જોવા મળી રહ્યા છે. અને જાણકારોનું તો ત્યાં સુધી કહેવું છે કે આ ફિલ્મ સલમાન ખાનના પણ રેકોર્ડ તોડશે.

સિંગલ થિયેટર ક્વિન
સિંગલ થિયેટરમાં બાજીરાવ મસ્તાની ફિલ્મે સારી કમાણી કરી છે. અને બોક્સ ઓફિસ રિપોર્ટ મુજબ પણ તે સફર થઇ રહી છે.

સાચી હતી પ્રેડિક્શન
દિલવાલે અને બાજીરાવ મસ્તાની જ્યારે રિલિઝ થઇ ત્યારે ચર્ચા ચાલી રહી હતી કે કંઇ ફિલ્મ વધુ ચાલશે. જો કે તે વાત પણ છે કે આ બન્ને ફિલ્મમાં આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે જો કે હાલ તો દિલવાલેનું પલડું ભારે છે.

વિદેશોમાં દિલવાલેની કમાણી
વિદેશોમાં દિલવાલે સારી એવી કમાણી કરી છે અને 2.22 કરોડની કમાણી કરી આંતરાષ્ટ્રિય માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે.

બે દિવસના કલેક્શન બાજીરાવ મસ્તાની vs દિલવાલે
બે દિવસમાં બાજીરાવ મસ્તાની જ્યારે માત્ર 27.77 કરોડની કમાણી કરી છે ત્યાં જ દિલવાલેએ બે દિવસમાં 40.85 કરોડની કમાણી કરી છે.

દિલવાલે સાથે જ ભાઇજાન
તો વળી બીજી તરફ તેવી પણ ચર્ચા થઇ રહી છે કે દિલવાલેમાં શાહરૂખની ઇફેક્ટ તો છે જ સાથે જ બીગ બોસ દ્વારા ભાઇજાન એટલે કે સલમાન ખાને પણ તેના ફેન્સને આ ફિલ્મ જોવાનું કહ્યું છે જેણે આ ફિલ્મની કમાણીમાં વધારો જરૂરથી કર્યો છે.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
