BOX OFFICE: "સિંહ ઇઝ બ્લિંગ"નો ધમાકો, અક્ષયની સૌથી મોટી હીટ!
બજરંગી ભાઇજાન બાદ અક્ષયની સિંહ ઇઝ બ્લિંગ આ વર્ષની સૌથી મોટી ઓપનર મૂવી બની ગઇ છે. આ વર્ષે અક્ષય કુમારની ચાર ફિલ્મો રિલીઝ થઇ છે. જેમાંથી સિંહ ઇઝ બ્લિંગનો ધમાકો જબરજસ્ત રહ્યો છે. ફિલ્મે ઓપનીંગ ડે એટલે કે શુક્રવારે જ 20.67 કરોડની કમાણી કરી લીધી છે.
પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય એમી જેક્સન અને લારા દત્તા પણ ઘણાં આકર્ષક લાગી રહ્યાં છે. સમીક્ષકોએ બંને એક્ટ્રેસના ઘણાં વખાણ પણ કર્યાં છે. તો આ ઉપરાંત ફિલ્મમાં કે.કે.મેનનનો પણ અગત્યનો રોલ છે.
ચાલો જોઇએ કે સિંહ ઇઝ બ્લિંગ કંઇ ફિલ્મો કરતા આગળ ચાલી રહી છે.

સિંહ ઇઝ બ્લિંગ
પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી સિંહ ઇઝ બ્લિંગે પ્રથમ દિવસે જ એટલે કે શુક્રવારે ધમાકેદાર કમાણી કરી છે. શુક્રવારે રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મે 20.67 કરડોની ધમાકેદાર કમાણી કરી લીધી છે.

કિસ કીસ કો પ્યાર કરૂં
કપિલ શર્માની કિસ કિસ કો પ્યાર કરૂંએ પહેલા દિવસે 7.50 કરોડની કમાણી કરી હતી. તેમા કોઇ શંકા નથી આ કમાલ કપિલ ફેન્સનો જ છે.

બદલાપુર
વરૂણ ધવનની ફિલ્મ બદલાપુરનું ફર્સ્ટ ડે કલેક્શન 7.12 કરોડનું હતુ. જે કિસ કિસ કો પ્યાર કરૂં કરતા પાછળ છે.

કટ્ટી બટ્ટી
પાછલા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ કટ્ટી બટ્ટીએ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 5.25 કરોડની કમાણી કરી છે.

પીકુ
દિપીકા પાદુકોણની પીકુએ ફર્સ્ટ ડે લગભગ 5.32 કરોડની કમાણી કરી છે. એટલે કે આ ફિલ્મ પણ કપિલ શર્માની ફિલ્મ કરતા પાછળ હતી. તેમજ સિંહ ઇઝ બ્લિંગ કરતા પણ પાછળ થઇ ગઇ.

બેબી
અક્ષય કુમાર અભિનીત ફિલ્મ બેબીનું ફર્સ્ટ ડે કલેક્શન હતુ 9.30 કરોડ.

રોય
રણબીર કપૂર અને જેકલીન ફર્નાડીઝ અભિનીત ફિલ્મ રોયનું ફર્સ્ટ ડે કલેક્શન 10.40 કરોડ હતુ.

ગબ્બર ઇઝ બેક
અક્ષય કુમારની ગબ્બર ઇઝ બેકે ફર્સ્ટ ડે લગભગ 13 કરોડની કમાણી કરી હતી.

તનુ વેડ્સ મનુ રીટર્નસ
કંગના રાણાવતની તનુ વેડ્સ મનુ રીટર્નસનું ફર્સ્ટ ડે કલેક્શન 8.85 કરોડ હતુ.

દિલ ધડકને દો
ઝોયા અખ્તરની મોટી અને મલ્ટી સ્ટારર ફિલ્મ દિલ ધડકને દોએ ફર્સ્ટ ડે લગભગ 10.53 કરોડનું કલેક્શન કર્યું હતુ.

ABCD-2
વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ABCD-2નું ફર્સ્ટ ડે કલેક્શન 14.30 કરોડનું હતુ.

બજરંગી ભાઇજાન
આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બજરંગી ભાઇજાન રહી છે. બજરંગી ભાઇજાનનું ફર્સ્ટ ડે કલેક્શન 27.25 કરોડ હતુ.

દ્રશ્યમ
અજય દેવગનની દ્રશ્યમનું ફર્સ્ટ ડે કલેક્શન 8 કરોડ હતુ.

બ્રધર્સ
અક્ષય કુમારની બ્રધર્સનું ઓપનીંગ પણ જોરદાર રહ્યું હતુ. આ ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 15.20 કરોડ હતુ.

ફેન્ટમ
સેફ અલી ખાન અને કેટરીના કૈફની ફેન્ટમનું ફર્સ્ટ ડે કલેક્શન 8.46 કરોડ હતુ.

વેલકમ બેક
વેલકમ બેકે ધમાકેદાર ઓપનીંગ કર્યું પણ આ ફિલ્મ પણ બજરંગી ભાઇજાનનો રેકોર્ડ નથી તોડી શકી.












Click it and Unblock the Notifications
