#HOT: બીચ, બિકિની, ફન.. બ્રૂનાના લેટેસ્ટ ફોટોઝ

અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિની અને સ્વિમ સૂટમાં કેટલાક ફોટો શેર કર્યાં છે.

બોલિવૂડની હોટ એક્ટ્રેસ અને મૉડેલ બ્રૂના અબ્દુલ્લા એ હાલમાં જ પોતાના કેટલાક બિકિની પિક્ચર્સ શેર કરતાં તે ચર્ચાનું કેન્દ્ર બની છે. તેના આ પિક્ચર્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. બ્રૂના હાલ પોતાના બોયફ્રેન્ડ અને મિત્રો સાથે હોલિડેની મજા માણી રહી છે. પોતાના હોલિડે પિક્ચર્સમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે પોતાના બોયફ્રેન્ડ સાથેના ફોટા પણ શેર કર્યાં છે.

ખતરોં કે ખિલાડીમાં દેખાઇ હતી બ્રૂના

ખતરોં કે ખિલાડીમાં દેખાઇ હતી બ્રૂના

બ્રૂના ઘણા રિયાલિટી શો અને ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. તેણે કોમેડી ક્લાસીસ, ખતરોં કે ખિલાડી અને નચ બલિયે-6માં પાર્ટિસિપેટ કર્યું હતું. આ રિયાલિટી શો બાદ તે ખૂબ ચર્ચામાં આવી હતી. ખાસ કરીને ખતરોં કે ખિલાડીમાં તેની ખૂબ સ્ટ્રોંગ ઇમેજ સામે આવી હતી.

બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડ ફિલ્મો

બ્રૂના બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે જય હો, મસ્તીઝાદે, ગ્રાન્ડ મસ્તી, દેસી બોયઝ, આઇ હેટ લવ સ્ટોરી વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. નાના રોલ હોવા છતાં આ માટે બ્રૂનાના ઘણા વખાણ પણ થયા હતા.

ડેબ્યૂ ફિલ્મ

ડેબ્યૂ ફિલ્મ

બ્રૂનાએ બોલિવૂડમાં વર્ષ 2007માં ડેબ્યૂ કર્યું હતું. તેની ડેબ્યૂ ફિલ્મ છે કેશ. આ ફિલ્મમાં બ્રૂના હોટ આઇટમ નંબર પર ઠુમકા લગાવતી નજરે પડી હતી.

એક સોન્ગથી થઇ ફેમસ

એક સોન્ગથી થઇ ફેમસ

દેસી બોયઝમાં બ્રૂના અબ્દુલ્લા આઇટમ સોન્ગ 'સુબહ હોને ના દે'માં દેખાઇ હતી. આ ફિલ્મથી જ તે વધુ જાણીતી થઇ હતી. આ સોન્ગ માટે તેના સૌથી વધુ વખાણ થયા હતા, જે પછી તેની ફેન ફોલોઇંગમાં પણ વધારો થયો હતો.

કિંગફિશર કેલેન્ડર ગર્લ

કિંગફિશર કેલેન્ડર ગર્લ

આ સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ બ્રૂના કિંગફિશર કેલેન્ડર ગર્લ પણ રહી ચૂકી છે. વર્ષ 2007ના કિંગફિશર કેલેન્ડરમાં તે જોવા મળી હતી. તે હાલ મુંબઇમાં રહે છે અને અક્ટિંગ તથા મોડેલિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.

તમિલ ફિલ્મોમાં પણ કર્યું છે કામ

તમિલ ફિલ્મોમાં પણ કર્યું છે કામ

બોલિવૂડ સિવાય બ્રૂનાએ સાઉથની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2012માં તેણે બિલ્લા-2 નામની તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. બ્રૂના મૂળ બ્રાઝિલની છે.

ફિલ્મી સફરની શરૂઆત

ફિલ્મી સફરની શરૂઆત

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની ભારતીય ફિલ્મી સફર વિશે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, તે ટૂરિસ્ટ તરીકે માત્ર ઇન્ડિયા ફરવા આવી હતી. અહીં આવ્યા બાદ તેને મોડેલિંગની ઓફર મળતાં તેણે એન્ટરટેઇન્મેન્ટ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું.

મ્યૂઝિક આલ્બમ

મ્યૂઝિક આલ્બમ

દરેક નવી એક્ટ્રેસની માફક બ્રૂનાએ પણ ફિલ્મો પહેલાં એડ ફિલ્મ અને મ્યૂઝિક આલ્બમમાં કામ કર્યું છે. તે સૌ પ્રથમ શેખર સુમનના મ્યૂઝિક આલ્બમ 'મેરે ગમ કે દાયરે'માં જોવા મળી હતી.

હેઝલ કીચની ખાસ ફ્રેન્ડ છે બ્રૂના

હેઝલ કીચની ખાસ ફ્રેન્ડ છે બ્રૂના

ક્રિકેટ યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં બ્રૂના પણ જોવા મળી હતી. બ્રૂના હેઝલની ખાસ મિત્ર છે. બ્રૂના અહીં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X