Cannes 2023: કાન્સની રેડ કાર્પેટ પર અનુષ્કા શર્માએ કર્યુ ડેબ્યુ, ડ્રેસ અને અદાઓ જોઈ લોકો બન્યા દીવાના
Cannes Film Festival: બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ફ્રેન્ચ રિવેરામાં પહોંચી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ છે. અનુષ્કા શર્મા કાન્સના રેડ કાર્પેટ પર વૉક કરીને લોકોનું દિલ જીતી લીધુ છે.
અનુષ્કા શર્માએ 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પ્રખ્યાત બ્રાન્ડ લોરિયલ પેરિસનું પ્રતિનિધિત્વ કર્યુ છે. તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ દીકરી વામિકાના જન્મ પછી ફિલ્મોમાંથી લાંબો બ્રેક લીધો હતો. તે તેની પુત્રી અને પરિવારને સંપૂર્ણ સમય આપવા માંગતી હતી. જો કે, અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ 'ચકદાહ એક્સપ્રેસ' સાથે જોવા મળશે. આ સિવાય તે પોતાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ ખૂબ વ્યસ્ત છે. હવે અનુષ્કા શર્માએ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'ના રેડ કાર્પેટ પર વૉક કરીને પોતાનો ચાર્મ ફેલાવ્યો છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની અનુષ્કા શર્માની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો માટે 'કાન્સ 2023 રેડ કાર્પેટ' લુકની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ આ ભવ્ય ઈવેન્ટ માટે 3D ફૂલોથી શણગારવામાં આવેલ બેજ ઓફ શોલ્ડર ગાઉન પસંદ કર્યો હતો, જેને રિચર્ડ ક્વિન દ્વારા બનાવવામાં આવ્યો છે.
તસ્વીરોમાં જોઈ શકાય છે કે અનુષ્કા શર્માએ તેના લુકને તેના સિગ્નેચર સ્લીક બન અને ચોપર્ડના મિનિમલ ડાયમંડ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો છે. કાન્સ 2023 માટે અનુષ્કા શર્માના લુકએ ફેશનને એક અલગ દિશા આપી છે અને દિલ પણ જીતી લીધા છે. અનુષ્કા શર્માની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરતાં લખ્યું છે - તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.
મળતી માહિતી મુજબ, અનુષ્કા શર્મા છેલ્લે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થયેલી ફિલ્મ 'કાલા'માં કેમિયો રોલમાં જોવા મળી હતી. અભિનયની સાથે, અનુષ્કા શર્મા એક ફિલ્મ નિર્માતા તરીકે પણ ખૂબ જ સક્રિય છે અને તેણે વર્ષોથી દર્શકો સમક્ષ કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો રજૂ કરી છે.
જેમાં વેબ સિરીઝ 'પાતાલ લોક', 'બુલબુલ' અને ફિલ્મ 'કાલા'ના નામ સામેલ છે. તે ટૂંક સમયમાં ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત સ્પોર્ટ્સ બાયોપિક 'ચકદાહ એક્સપ્રેસ' સાથે ફિલ્મોમાં કમબેક કરશે.












Click it and Unblock the Notifications
