Cannes 2023 : ગ્લેમરસ અંદાજમાં સાડી લપેટીને રેડ કાર્પેટ પર ઉતરી સારા અલી ખાન, જુઓ ફોટો
દુનિયાભરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધુમ ચાલી રહી છે. દુનિયાભરની મોટી હસ્તીઓ સાથે બોલિવૂડની હસીનાઓ પણ પહોંચી છે. કાન્સ પહોંચેલી સારા અલી ખાન તેની કાતિલ અદાઓથી મહેફિલ લૂંટી રહી છે.
76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેત્રી સારા અલી ખાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરતા જ છવાઈ ગઈ છે. સારા અલી ખાન કાન્સના પહેલા દિવસે એથનિક લહેંગામાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. તેનો આ દેશી અંદાજ લોકોને પસંદ આવ્યો છે.

સારા અલી ખાને 24 કલાકમાં તેના ત્રણ લુકથી બધાને ચોંકાવી દીધા છે. સારા અલી ખાન કાન્સના બીજા દિવસે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી અને હવે તેના લેટેસ્ટ સાડી લુકે લોકોને દિવાના બનાવ્યા છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે સારા અલી ખાન બાઈડલ લુકમાં જોવા મળી હતી. બીજા દિવસે સારા આફ્ટર પાર્ટીમાં બ્લેક આઉટફિટમાં પહોંચી હતી. હવે સારા અલી ખાને સાડી પહેરીને રેટ્રો સ્ટાઈલથી તમામને ચૌકાવી દીધા છે.
અહીં સારા અલી ખાને ક્રીમ સાડીમાં કમાલના પોઝ આપ્યા હતા. હવે તેનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં તે રેટ્રો ફીલ આપી રહી છે. આ તસવીરો જોયા બાદ સારા અલી ખાનના ફેન્સ તેની તુલના દાદી શર્મિલા ટાગોર સાથે કરી રહ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, સારા અલી ખાન સાથે કાન્સમાં ભારત તરફથી માનુષી છિલ્લર અને મૃણાલ ઠાકુર પણ જોવા મળી રહી છે. આ સિવાય ઘણા બોલિવૂડ સ્ટાર પણ પહોંચ્યા છે.












Click it and Unblock the Notifications
