Pics: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પ્રિયંકા-દીપિકા-કંગનાએ રેડ કાર્પેટ પર લગાવી આગ

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને રેડ કાર્પેટ પર કંગના રનોત, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પોતાની હાજરી પણ નોંધાવી દીધી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને રેડ કાર્પેટ પર કંગના રનોત, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પોતાની હાજરી પણ નોંધાવી દીધી છે. પ્રિયંકા ચોપડાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પોતાનું ડેબ્યુ કર્યુ છે જ્યારે કંગના રનોત અને દીપિકા પાદુકોણ આ ફેસ્ટીવલનો હિસ્સો બની ચૂકી છે. પોતાના રેડ કાર્પેટ લુક માટે પ્રિયંકા ચોપડાએ એકદમ છુઈમુઈ લુક સાથે પર્પલ ગાઉનનો સહારો લીધો જ્યારે બીજી તરફ કંગના રનોત ભારતીય સાડીને નવો ટચ આપી રેડ કાર્પેટ પર છવાઈ ગઈ. આ બંનેથી અલગ દીપિકા પાદુકોણે એક કાળુ-સફેદ ગાઉન પસંદ કર્યુ જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યુ હતુ.

ત્રણ સુપરસ્ટાર્સનો જલવો

ત્રણ સુપરસ્ટાર્સનો જલવો

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના પહેલા દિવસે રેડ કાર્પેટ પર ત્રણ ભારતીય સુપરસ્ટાર્સનો જલવો જોવા મળ્યો. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને કંગના રનોત પોતપોતાના અંદાજમાં ખૂબ જ શાનદાર લાગ્યા.

કંગના રનોતનો બોલ્ડ અવતાર

કંગના રનોતનો બોલ્ડ અવતાર

કંગના રનોતનો બોલ્ડ અવતાર આ રીતે જોવા મળ્યો. કંગના રનોતે એક ઈવેન્ટ માટે આ પેંટશૂટ પહેર્યુ પરંતુ તેણે જે રીતના અંદાજમાં પોતાનો આ લુક રજુ કર્યો તેનાથી બધાના હોશ ઉડી ગયા.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા રેડ કાર્પેટ પર આ અંદાજમાં જલવા વિખેરતી જોવા મળી. પ્રિયંકા ચોપડાએ પોતાના ડેબ્યુ માટે કોઈ ભૂલનું પુનરાવર્તન કર્યુ નથી.

ઈવેન્ટમાં ચારે તરફ જલવા

ઈવેન્ટમાં ચારે તરફ જલવા

વળી એક ઈવેન્ટ માટે પ્રિયંકા ચોપડા આ સફેદ પોશાકમાં જોવા મળી. જ્યાં તેની હેર સ્ટાઈલથી લઈને એટીટ્યુડ સુધી બધુ શાનદાર છે. વળી, બીજી તરફ તેમનો મેકઅપ ફેન્સનું દિલ જીતી રહ્યો છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર જલવા વિખેરવા માટે આ ગાઉન પસંદ કર્યુ અને તે બ્લક એન્ડ વ્હાઈટ અવતારમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી.

ભારતીય સભ્યતા

ભારતીય સભ્યતા

રેડ કાર્પેટ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરતી કંગના રનોતે સાડીનો નવો અંદાજ આપવાનું વિચાર્યુ. તેની આ રૉયલ અંદાજવાળી સાજી બધાને ખૂબ પસંદ આવી.

મુડ મુડ કે ના દેખ

મુડ મુડ કે ના દેખ

પ્રિયંકા ચોપડા તો અદાઓથી ઘાયલ કરનાર તરીકે જ ઓળખાય છે. તો રેડ કાર્પેટ પર પણ પ્રિયંકા ચોપડાએ અદાઓથી ઘાયલ કરવામાં કોઈ કસર નથી છોડી.

ખૂબ જ અલગ અંદાજ

ખૂબ જ અલગ અંદાજ

કંગના રનોત પશ્ચિમ સભ્યતાથી થોડુક લઈને આ મોડર્ન સાડી પહેરેલી જોવા મળી. તેનો બ્લાઉઝ અને મેકઅપ પણ લોકોનુ ધ્યાન ખેંચવા માટે કાફી હતો.

ખુશ થાવ તમે ભારતીય છો

ખુશ થાવ તમે ભારતીય છો

પ્રિયંકા ચોપડા જે રીતે ભારતનું નામ આખા વિશ્વમાં રોશન કરી રહી છે તેનું આ સ્મિત તેના એ કોન્ફીડન્સને દર્શાવે છે જેના બળ પર તે દુનિયા પર રાજ કરી રહી છે.

એટીટ્યુડ

એટીટ્યુડ

કંગના રનોતના એટીટ્યુડને જોઈને એવુ જરૂર લાગી રહ્યુ છે કે તે દુનિયા પર રાજ કરવા જઈ રહી છે. હવે જોવાનું એ છે કે આવનારા દિવસોમાં આ ત્રણ સુપરસ્ટાર્સ પોતાના દિવસો આ ફ્રેન્ચ ફેસ્ટીવલમાં કઈ રીતે કાઢે છે. પ્રિયંકા ચોપડા જ્યાં એક તરફ 5બીની સ્ક્રીનિંગ અટેન્ડ કરી ચૂકી છે ત્યાં બીજી તરફ દીપિકા પાદુકોણ અને કંગના રનોત પોત પોતાના ઈવેન્ટમાં વ્યસ્ત જોવા મળી. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ છે જેમાં મોટા મોટા દેશોના ફિલ્મફેર, એક્ટર્સ અને મૉડલ્સ ભાગ લેવા આવે છે. આ ઈવેન્ટ મોટી હુમા કુરેશી અને ડાયના પેંટી પણ ભાગ લેવા માટે ફ્રાંસ જવા માટે નીકળી ચૂક્યા છે.

ઐશ્વર્યા રાય અને સોનમ કપૂર પણ ભાગ લેશે

ઐશ્વર્યા રાય અને સોનમ કપૂર પણ ભાગ લેશે

હવે જોવાનુ છે કે ભારતના હિસ્સામાં આ વર્ષે કેટલી પ્રશંસા આવે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમા ઐશ્વર્યા રાય અને સોનમ કપૂર પણ ભાગ લેશે. વળી, ટીવી એક્ટ્રેસ હિના ખાન પણ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા માટે પહોંચી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X