Cannes Film Festival: શું છે આ કાન્સ ફેસ્ટીવલ? જાણો તેનો ઈતિહાસ અને રસપ્રદ વાતો
Cannes Film Festival 2023: 76માં કાન્સ ફેસ્ટીવલની શરુઆત 16 મેના રોજ સાંજે થઈ ચૂકી છે અને તે 27 મે સુધી ચાલશે. આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના તટીય વિસ્તાર ફ્રેન્ચ રિવેરા ખાતે યોજાઈ રહ્યો છે.
આ વખતે સારા અલી ખાન, એશા ગુપ્તા, અનુષ્કા શર્મા અને માનુષી છિલ્લર બૉલિવુડમાંથી ડેબ્યૂ કરશે અને રેડ કાર્પેટ પર ધૂમ મચાવશે. દીપિકા પાદુકોણ, હિના ખાન અને ઐશ્વર્યા રાય કાન્સ રેડ કાર્પેટ પર ધમાકેદાર ડેબ્યુ કરી ચૂકી છે.

જ્યારે સિનેમાની મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ હશે ત્યારે અનુષ્કા હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કેટ વિન્સલેટ સાથે જોવા મળશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ઘણી ફિલ્મો દર્શાવવામાં આવશે.
ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે મહિલાઓ અને પુરુષો માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓ કૉકટેલ ડ્રેસ પહેરી શકે છે. આ સિવાય બ્લેક ટોપ, બ્લેક ટ્રાઉઝર અને ડાર્ક ટ્રાઉઝર કે અન્ય ફોર્મલ ડ્રેસનો પણ વિકલ્પ છે. જ્યારે પુરૂષોએ ડિનર જેકેટ અથવા સૂટ પહેરવાનો રહેશે. પુરુષો માટે એલિગંટ શૂઝ પહેરવા જરૂરી છે.
શું છે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં આખી દુનિયાની અમુક પસંદ કરાયેલી ફિલ્મ અને ડૉક્યુમેન્ટરીનુ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. બેસ્ટ ફિલ્મ, ડૉક્યુમેન્ટરી અને કલાકારને સમ્માનિત કરવામાં આવે છે. ફિલ્મ ફેસ્ટીવલ દર વર્ષે ફ્રાંસમાં મનાવવામાં આવે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો ઈતિહાસ
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની શરુઆત 20 સપ્ટેમ્બર, 1946ના રોજ થઈ હતી. અગાઉ માત્ર 21 દેશોની ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવતી હતી પરંતુ ભારતની શરુઆત 1946માં રિલીઝ થયેલી ડાયરેક્ટર ચેતન આનંદની ફિલ્મ 'નીચા નગર'થી થઈ હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મને Grand Prix અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. આ અવૉર્ડને હાલમાં Pale d'Or નામથી ઓળખવામાં આવે છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનુ મહત્વ
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં કોઈ પણ ફિલ્મ અને ડૉક્યુમેન્ટરીનુ સ્ક્રીનિંગ થવુ ખૂબ મહત્વ ધરાવે છે. ભારતની ઘણી ફિલ્મોની સ્ક્રીનિંગ બાદ તેને અવૉર્ડ મળ્યા. અમુક ફિલ્મોને અવૉર્ડ ન મળવા છતાં તેની પ્રશંસા પણ ખૂબ થઈ.
ભારતને 1951માં આવારા, 1953માં દો બીઘા જમીન, 1954માં બૂટ પૉલિશ, 1955માં પાથેર પાંચાલી, 1965માં ગાઈડ, 1982માં ખાર જી, 1988માં સલામ બૉમ્બે, 2010માં ઉડાન, 2013માં લંચ બૉક્સને પણ Grand Prix અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી.
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ઘણા કૉસ્મેટિક બ્રાંડ પાર્ટનર હોય છે.બૉલિવુડ અભિનેત્રીઓ આ કૉસ્મેટિક બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર હોય છે. જ્યારે આ અભિનેત્રીઓ રેડ કાર્પેટ પર વૉક કરે છે ત્યારે આ બ્રાન્ડ્સનુ પણ પ્રમોશન થાય છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ સાથે જોડાયેલ રસપ્રદ વાતો
- 1950માં ચેતન આનંદને ભારત તરફથી ઈન્ટરનેશનલ જ્યૂરીના પહેલા સભ્ય બનાવવામાં આવ્યા હતા.
- 1980માં મૃણાલ સેનને ઈન્ટરનેશનલ જ્યૂરીના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
- 2002માં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવવામાં આવી હતી.
- વર્ષ 2003માં પહેલી ભારતીય મહિલા સભ્ય તરીકે ઐશ્વર્યા રાયને કાન્સની ઈન્ટરનેશનલ જ્યૂરી બનાવવામાં આવી.
- 2006માં ભારતની પહેલી તમિલ ફિલ્મ વેયિલનુ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હતુ.
- મુરારી નાયરની મલયાલમ ફિલ્મ મરણ સિંહાસનમે 1999માં Camera d'Or અવૉર્ડ જીત્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
