For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા સામે છેતરપિંડીનો કેસ, મુંબઈ પહોંચી યૂપી પોલીસ

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા સામે છેતરપિંડીનો કેસ, મુંબઈ પહોંચી યૂપી પોલીસ

By Staff
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા ઉપર 24 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે, તેની સામે યુપીના મુરાદાબાદ જિલ્લાના કટઘર પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 420 અને 406 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે, જણાવી દઈએ કે સોનાક્ષી ઉપર આરોપ લાગ્યો છે કે વર્ષ 2018માં તેમણે સ્ટેજ પરફોર્મન્સ માટે 24 લાખ લીધા હા પરંતુ તે કાર્યક્રમમાં સામેલ નહોતી થઈ, આ કેસના સિલસિલામાં ગુરુવારે યૂપી પોલીસ મુંબઈમાં સોનાક્ષીના જુહૂ સ્થિત રામાયણ બંગલો પહોંચી હતી પરંતુ અભિનેત્રી ત્યાં હાજર નહોતી.

સોનાક્ષી સિન્હા વિરુદ્ધ કેસ

સોનાક્ષી સિન્હા વિરુદ્ધ કેસ

આ મામલે સોનાક્ષી સિન્હા સહિત 5 લોકો સામે કેસ નોંધાયો છે, પ્રાપ્ત જાણકારી મુજબ મુરાદાબાદ જિલ્લાના કટઘર પોલીસ સ્ટેશન ક્ષેત્રના શિવપુરી નિવાસી પ્રમોદ શર્માએ 24 નવેમ્બર 2018ના રોજ મુરાદાબાદના એસએસપીને સોનાક્ષી સિન્હા વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેમણે દિલ્હીમાં 30 સપ્ટેમ્બરે ઈન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી અવોર્ડ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં અવોર્ડ વહેંચણી અને સ્ટેજ પરફોર્મન્સ માટે સોનાક્ષી સિન્હાએ આવવાનું હતું.

સોનાક્ષીના અકાઉન્ટમાં પૈસા હતા પરંતુ...

પ્રમોદે આના માટે ખુદ ટેલેન્ટ ફુલ ઑન કંપનીથી કરાર કરાવ્યો હતો, તેમણે કહ્યું કે સોનાક્ષીની અંગત સચિવ માલવિકા પંજાબી સાથેની વાતચીત કર્યા બાદ તેમના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ આખરી સમયે સોનાક્ષીએ આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો અને પૈસા પણ પરત નહોતા કર્યા, જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રમોદ શર્માએ કરી હતી ખુદને મારવાની કોશિશ

પ્રમોદ શર્માએ કરી હતી ખુદને મારવાની કોશિશ

સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રમોદે એક પ્રાર્થના પત્ર આપી ન્યાયની માંગણી કરી હતી, પરંતુ તપાસ કરી રહેલ ક્ષેત્રાધિકારીએ બેદરકારી વરતાવી. જે બાદ તેણે 13 ફેબ્રુઆરીએ ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેના આ પગલા બાદ પોલીસ સ્ટેશન કટઘરમાં કલમ 420, 120બી, 406, 34 અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી હતી.

કોર્ટે ધરપકડ પર રોક લગાવી

કોર્ટે ધરપકડ પર રોક લગાવી

એફઆઈઆરમાં સોનાક્ષી સિન્હા, અભિષેક સિન્હા, માલવિકા પંજાબી, ધૂમિક કક્કડ, એડગર સકારિયાને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ એફઆઈઆરને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો, જે બાદ કોર્ટે સોના7ીની ધરપકડ પર હાલ રોક લગાવી દીધી છે.

આલિયા ભટ્ટ બનશે અજય દેવગનની વહુ- જાણો ફિલ્મની શાનદાર ડિટેલઆલિયા ભટ્ટ બનશે અજય દેવગનની વહુ- જાણો ફિલ્મની શાનદાર ડિટેલ

English summary
case filled against sonakshi sinha in uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X