Viral Pics: મુંબઈ રિસેપ્શનમાં પ્રિયંકા-નિકે કેમેરા સામે આપ્યા રોમેન્ટિક પોઝ

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નના છેલ્લુ ફંક્શન મુંબઈમાં યોજાયુ જેમાં બંનેએ રોમેન્ટિક પોઝ આપ્યા.

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નના છેલ્લુ ફંક્શન મુંબઈમાં યોજાયુ. મુંબઈમાં થયેલા આ રિસેપ્શનમાં બી ટાઉનના ઘણા મોટા સેલેબ્ઝ પહોંચ્યા. આ રિસેપ્શન પહેલા પ્રિયંકા અને નિકે 19 ડિસેમ્બરે મુંબઈમાં પણ રિસેપ્શન આપ્યુ હતુ. આ ઉપરાંત 4 ડિસેમ્બરે દિલ્લીમાં રિસેપ્શન આપ્યુ જેમાં પીએમ મોદી પણ શામેલ થયા હતા. પ્રિયંકાનું વેડિંગ રિસેપ્શન મુંબઈની તાજ હોટલમાં આયોજિત થયુ હતુ.

પાર્ટીમાં છવાયો પ્રિયંકા અને નિકનો લુક

પાર્ટીમાં છવાયો પ્રિયંકા અને નિકનો લુક

પ્રિયંકા અને નિકે બી ટાઉનને આપેલા આ સેપ્શનમાં અબુ જાની અને સંદીપ ખોસલાના આઉટફિટ પહેર્યા હતા. પોતાના લગ્નની આ ત્રીજી પાર્ટીમાં પ્રિયંકાનો અંદાજ સંપૂર્ણપણે પરંપરાગત નહોતો. તેનો મેકઅપ અને ડ્રેસમાં થોડો મિક્સ અંદાજ જોવા મળ્યો. વળી, નિક આ દરમિયાન બ્લૂ સૂટમાં હંમેશાની જેમ જ હૉટ એન્ડ સ્માર્ટ જોવા મળ્યા.

પ્રિયંકા અને નિકે આપ્યા રોમેન્ટીક પોઝ

પ્રિયંકા અને નિકે આપ્યા રોમેન્ટીક પોઝ

આ શાનદાર પાર્ટીમાં બોલિવુડના ઘણા જાણીતી હસ્તીઓ શામેલ થઈ. પ્રિયંકા અને નિકે મીડિયાને પણ નિરાશ ન કર્યા અને કેમેરા સામે ખૂબ પોઝ આપ્યા. ત્યાં સુધી કે તે રોમેન્ટીક પોઝ આપતા પણ અચકાયા નહિ. આ ભવ્ય રિસેપ્શન પાર્ટીના ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પ્રિયંકાએ 11 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે કર્યા છે લગ્ન

પ્રિયંકાએ 11 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે કર્યા છે લગ્ન

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ 11 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. પહેલા બંને સ્ટારે ક્રિશ્ચિયન રિવાજથી લગ્ન કર્યા અને બાદમાં હિંદુ રીત-રિવાજથી લગ્ન કર્યા હતા.

એક વર્ષ ડેટિંગ કર્યા બાદ કર્યા લગ્ન

એક વર્ષ ડેટિંગ કર્યા બાદ કર્યા લગ્ન

ઉલ્લેખનીય છે કે એક વર્ષના ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા કર્યુ હતુ. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરી પોતાના સંબંધને પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘ટેકન... વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ.' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાના ફોટા ફેન્સ સાથે શેર કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X