દુ:ખની ઘડીમાં સલમાનની વ્હારે આવ્યું બોલીવૂડ

2002ના હીટ એેન્ડ રન કેસમાં બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને તમામ આરોપો પર દોષી કરાર કરનીને સેશન કોર્ટે પાંચ વર્ષની સજા ફટાકારી છે. જો કે હાઇકોર્ટ તેને બે દિવસની અગ્રિમ જમાનત આપી છે.

ત્યારે માત્ર બે દિવસ માટે ઘરે આવેલા સલમાન ખાનને મળવા અને આ દુખની ધડીમાં તેને અને તેના પરિવારની સાથે ઉભા રહેવા માટે આખું બોલીવૂડ દોડી આવ્યું.

નોંધનીય છે કે સલમાન અને તેનો પરિવારનું બોલીવૂડમાં મોટું નામ છે. વધુમાં બોલીવૂડ અને રાજકારણના તમામ લોકો તેના ઘરે આવતા જતા રહેતા હોય છે.

ત્યારે બોલીવૂડનો લાડીલો એવો સલમાન ખાન જ્યારે પાંચ વર્ષ માટે જેલમાં જવાનો છે અને વધુમાં હાઇકોર્ટ પણ તેને રાહત મળવાની મુશ્કેલી લાગતા સોનાક્ષી સિંહા, બિપાશા બાસુ, પ્રિતિ ઝિંટા, સોનુ સુદ જેવા અનેક બોલીવૂડ સેલેબ્રિટીએ સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં આવેલા દેખાયા. આ તસવીરોમાં જુઓ કયા કયા સ્ટાર સલમાનને મળવા તેના ઘરે પહોંચ્યા...

એલી અવરામ

એલી અવરામ

બીગ બોસ ફેમ એલી અવરામ સલમાન ખાનને આ દુખની ધડીમાં મળવા દોડી આવી. જો કે કેમેરાથી બચવા તેને તેનું મોડું ઢાંકી દીધું.

પુલકિત સમ્રાટ

પુલકિત સમ્રાટ

વધુમાં સલમાન ખાનની રાખી સિસ્ટરને પરણેલા બોલીવૂડ એક્ટર પુલકિત સમરાટ પણ સલમાન અને તેના પરિવારને મળવા પહોંચી ગયા હતા.

સંગીતા બિઝલાની

સંગીતા બિઝલાની

સલમાન ખાનની એક્સ ગર્લફેન્ડ સંગીતા બિઝલાની જ્યારે સલમાન ખાનને દોષી જાહેર કરવામાં આવ્યો ત્યારે અને રાત્રે પણ તેની મળવા માટે આવી હતી.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુ પણ કોઇ પણ તામઝામ વગર સલમાન ખાનને મળવા માટે પહોંચી ગઇ હતી.

સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટી

સુનિલ શેટ્ટી અને સલમાન ખાનની મિત્રતા વર્ષો જૂની છે ત્યારે સુનિલ શેટ્ટી પણ આ કારમી પળે સલમાનને મળવા પહોંચ્યો હતો.

રાની મુખર્જી

રાની મુખર્જી

રાની મુખર્જી પણ તેના પ્રિય કો સ્ટાર અને મિત્ર સલમાન ખાનને સાંત્વના આપવા પહોંચી ગઇ હતી.

સોનૂ સુદ

સોનૂ સુદ

સોનૂ સુદ ટ્વિટ કરીને સલમાન ખાનને સપોર્ટ કર્યો હતો અને રાતે પણ તે સલમાનને મળવા દોડી આવ્યા હતા.

પ્રિતિ ઝિંટા

પ્રિતિ ઝિંટા

પ્રિતિ ઝિંટાએ એક વાર કહ્યું હતું કે તે સલમાન માટે કશું પણ કરી શકે છે અને આજે પણ તે પોતાના મિત્રને પડખે ઉભી હતી.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી પણ જ્યારે સવારે તેના પરિવારને અને સાંજે ખાસ સલમાન ખાનને મળવા માટે આવી હતી.

મલ્લિકા અરોરા ખાન

મલ્લિકા અરોરા ખાન

મલ્લિકા પણ આ પ્રસંગે ગમગીન અને ગંભીર દેખાતી હતી. તે પણ સલમાનના ઘરે હતી.

સના ખાન

સના ખાન

બીગ બોસની હરીફ અને સલમાન ખાન સાથે ફિલ્મમાં પણ આવેલી બોલીવૂડ અભિનેત્રી સના ખાન પણ આ પ્રસંગે હાજર રહી હતી.

ડેઝી શાહ

ડેઝી શાહ

સલમાન સાથે જય હો ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી ડેઝી શાહ પણ સલમાનને ઘરે મળવા આવી હતી

સાઇના એનસી

સાઇના એનસી

બીજેપીની જાણીતી નેતા અને પ્રવક્તા સાઇના એનસી પણ સલમાનને મળવા તેના ઘરે ગઇ હતી.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ અને સલમાન ખાનની મિત્રતા અને દુશ્મનાવટ ખાસ્સા જૂના છે પણ આ દુ:ખની સ્થિતિમાં તમામ વાતો ભૂલે સલમાન ખાન અને તેના પરિવારને સથવારો આપવા શાહરૂખ ખાન પણ મોડી રાતે સલમાનના ઘરે પહોંચ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X