બિકિનીમાં બેબી બમ્પ શો ઓફ કરતી સેલિના, આપ્યો સુંદર મેસેજ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડની સુપરહોટ એક્ટ્રેસ રહી ચૂકેલી સેલિના જેટલી ફરી એખવાર પ્રેગનન્ટ છે અને તેણે પોતાનું બેબી બમ્પ શો ઓફ કરતો સુંદર ફોટો પોસ્ટ કર્યો છે. બિકિની પછી હવે બોલિવૂડમાં બેબી બમ્પ શો ઓફ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. આ પહેલાં એક્ટ્રેસ લિઝા હેડન બેબી બમ્પ સાથે બિકિનીમાં અનેક ફોટાઝ પોસ્ટ કરી ચૂકી છે. બિકિનીમાં બેબી બમ્પ સાથે પોઝ આપતી સેલિનાનો ફોટો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સેલિના જેટલી

સેલિના જેટલી

બીચ પર બિકિનીમાં પોઝ આપી રહેલ સેલિના જેટલી અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. સેલિના જેટલીને પહેલા જ બે ટ્વીન્સ બાળકો છે અને તે ફરી એક વાર ટ્વીન્સને જન્મ આપવા જઇ રહી છે. આ ફોટામાં પિંક એન્ડ બ્લેક બિકિનીમાં તે સુપરહોટ લાગી રહી છે.

શા માટે શેર કર્યો બેબી બમ્પ વાળો ફોટો?

શા માટે શેર કર્યો બેબી બમ્પ વાળો ફોટો?

સેલિનાએ આ તસવીર અંગે સ્પષ્ટતા કરતાં લખ્યું છે, ઘણા લોકો કદાચ પ્રેગનન્સીમાં બિકિની ફોટો પોસ્ટ કરવા બદલ ખોટો અભિપ્રાય બાંધી બેસે. આ તસવીર શેર કરવા પાછળનું કારણ છે કે, હું માનું છું કે આપણી સોસાયટીમાં સ્ટિરિયોટાઇપ મેન્ટાલિટી તોડવાની જરૂર છે, ખાસ કરીને પ્રેગનન્સી દરમિયાન.

બે ટ્વીન્સ બાળકો

બે ટ્વીન્સ બાળકો

સેલિના આગળ લખે છે, બેવાર ટ્વીન્સ બાળકો સાથે પ્રેગનન્ટ થયા બાદ હું જે શીખી છું તે એ છે કે, આપણે પૌષ્ટિક આહાર અને યોગ્ય કસરત દ્વારા મન અને શરીરને ફ્રેશ અને ફિટ રાખવાની જરૂર હોય છે. આપણે સમજવાની જરૂર છે કે, બ્યૂટી, હેલ્થ અને સ્ટ્રેન્થ તમામ સાઇઝ અને શેપમાં આવી શકે છે.

વિન્સ્ટન અને વિરાજ

વિન્સ્ટન અને વિરાજ

35 વર્ષીય એક્ટ્રેસ સેલિના જેટલીએ વર્ષ 2011માં પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 2012માં તેણે ટ્વીન્સ પુત્રો વિન્સ્ટન અને વિરાજને જન્મ આપ્યો હતો. સેલિના હાલ સિંગાપુર/દુબઇમાં સેટલ છે, તે પોતાના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને અન્ય એસાઇન્મેન્ટ્સ માટે નિયમિત મુંબઇ આવતી રહે છે.

ફેમિના મિસ ઇન્ડિયા 2011

ફેમિના મિસ ઇન્ડિયા 2011

સેલિના જેટલી ફેમિના મિસ ઇન્ડિયા 2001 રહી ચૂકી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એ સમયની એક તસવીર પણ પોસ્ટ કરી છે. જો કે, વર્ષ 2001માં બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેતાં પહેલાં તે કલકત્તામાં એક મોબાઇલ ફોન કંપનીમાં કામ કરતી હતી.

વર્ષ 2003માં ડેબ્યૂ

વર્ષ 2003માં ડેબ્યૂ

સેલિનાએ વર્ષ 2003માં ફિરોઝ ખાનની ફિલ્મ 'જાનશીન'થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સામે ફરદીન ખાન હતો. ફિલ્મ ખાસ ચાલી નહોતી, પરંતુ સેલિના અને ફરદીનની જોડી સુપરહિટ થઇ હતી. છેલ્લે તે વર્ષ 2011માં ફિલ્મ 'થેંક યૂ'માં જોવા મળી હતી.

English summary
Celina Jaitly shows off her baby bump by the beach and is seen sporting a bikini. The family is excited to welcome the third child.
Please Wait while comments are loading...