For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નવ વર્ષ અગાઉ સ્ફુર્યો હતો ચક્રવ્યૂહનો વિચાર’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 ઑક્ટોબર : દશેરાના દિવસે રિલીઝ થયેલ ચક્રવ્યૂહ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાએ જણાવ્યં કે તેમને નક્સલી સમસ્યા પર બનેલી આ ફિલ્મ બનાવવાનો વિચાર વર્ષ 2003માં સ્ફુર્યો હતો. આ વિચારને તેઓ હવે અંજામ આપી શક્યાં છે. પ્રકાશ ઝાએ જણાવ્યું કે તેઓ ઇચ્છતા હતાં કે લોકો તેમની આ ફિલ્મ વડે દેશની આ જ્વલંત અને ગંભીર સમસ્યાને સમજે. નક્સલી સમસ્યાએ આજે દેશમાં વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે.

Prakash Jha & Samira reddy

પ્રકાશ ઝાએ જણાવ્યું કે પરંતુ તેઓની ઇચ્છા છે કે તેઓ પણ બીજા નિર્માતા-દિગ્દર્શકોની જેમ 100 કરોડ રુપિયા કમાવે. ઝાએ બીબીસી સાથે આ અંગે સ્મિત સાથે જણાવ્યું કે દરેકની ઇચ્છા હોય કે તે પૈસા કમાવે. જો હું કરોડોની વાત કરૂં, તો તેમા આશ્ચર્ય પામવા જેવું નથી.

આપને જણાવી દઇએ કે પ્રકાશ ઝા દિગ્દર્શિત ફિલ્મ ચક્રવ્યૂહ નક્સલી સમસ્યા પર આધારિત છે. ફિલ્મમાં અભય દેઓલ, અર્જુન રામપાલ, ઈશા ગુપ્તા, ઓમ પુરી, મનોજ બાજપાઈ, અંજલિ પાટિલ, ચેતન પંડિત, સમીરા રેડ્ડી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ તેવા લોકોને ગમશે કે જેઓ બૌદ્ધિક રીતે વિચારે છે.

English summary
"Chakravyuh was on my mind since 2003 said Director Prakash Jha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X