For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તમારી ફેવરેટ અભિનેત્રીઓ નાસ્તામાં શું ખાય છે

નાસ્તો સવારનો સૌથી પહેલો જરૂરી આહાર હોય છે. જો તમે નાસ્તો નથી કરતા તો તમને ખ્યાલ નથી કે તમે તમારા આરોગ્ય સાથે કેટલા મોટા ચેડાં કરી રહ્યા છો.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

નાસ્તો સવારનો સૌથી પહેલો જરૂરી આહાર હોય છે. જો તમે નાસ્તો નથી કરતા તો તમને ખ્યાલ નથી કે તમે તમારા આરોગ્ય સાથે કેટલા મોટા ચેડાં કરી રહ્યા છો. નાસ્તો કરવો એ દરેકની પ્રાથમિક્તા હોય છે. તમને વિશ્વાસ નહીં આવે પરંતુ ડાયેટ કરનારી જાણીતી એક્ટ્રેસ પણ સવારનો નાસ્તો નથી ભૂલતી.

જી હાં, સેલિબ્રિટી એક્ટ્રેસ માટે ફિટ રહેવા માટે દિવસનો પહેલો આહાર એટલે કે નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે. ચાલો જાણીએ બોલીવુડની જાણીતી અભિનેત્રી પોતાના દિવસના શરૂઆતમાં શું ખાય છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર પોતાના ડાયટનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે પોતાના સવારની શરૂઆત ઘરના નાસ્તાથી જ કરે છે. ભલે તે ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ તે નાસ્તો કરવાનું નથી ભૂલતી. તે પોતાના નાસ્તામાં ફળ, ઈંડા અને ફ્રેશ જ્યુસ લે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ખાવાની શોખીન છે. પરંતુ તે પોતાના ડાયને લઈને પણ કોન્શિયસ રહે છે. જો તેમના બ્રેકફાસ્ટની વાત કરીએ તો આલિયા પોતાના નાસ્તામાં એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર આહાર લેવાનું પસંદ કરે છે જેમ કે સિઝનલ ફ્રૂટ. તે પોતાના દિવસની શરૂઆત હર્બલ ચા અને ખાંડ વગરની કોફી સાથે કરે છે. બાદમાં તે કંઈક એવું ખાય છે, જેથી પેટ ભરેલું ભરેલું લાગે જેમ કે પૌંઆ, ઈંડા અને સેન્ડવીચ.

શિલ્પા શેટ્ટી કુંદ્રા

શિલ્પા શેટ્ટી કુંદ્રા

શિલ્પા શેટ્ટી કેટલાક વર્ષોથી પોતાના ફિટ ફિગરથી ફેન્સને દિવાના કરી રહી છે. ફેન્સ શિલ્પા જેવું ફિગર મેળવવા માટે ફિટનેસ અને ડાયટ ટિપ્સ ફોલો કરે છે. શિલ્પાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સવારે વહેલી ઉઠે છે અને એટલે જ શરૂઆત નોની જ્યૂસ સાથે કરે છે. શિલ્પા બે ભાગમાં નાસ્તો કરે છે. સવારે 7.30 વાગે તાજા ફળ જેમ કે કેળા કે સફરજન ખાય છે. બાદમાં તે મુસળી પણ ખાય છે. 10.30 વાગે તે ઈંડા અને એવોકેડો ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે બટર ટોસ્ટ પણ ખાય છે.

કરીના કપૂર

કરીના કપૂર

બોલીવુડમાં ઝીરો ફિગર ટ્રેન્ડ લાવનાર કરીના કપૂર પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. ફિટ રહેવા માટે કરીના કપૂર ડેયલી રુટિનમાં વર્કઆઉટ અને ડાયટને મહત્વ આપે છે. એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે પોતે જ ખુલાસો કર્યો હતો કે બ્રેકફાસ્ટ તેના ડાયનો મહત્વનો ભાગ છે. તે દિવસની શરૂઆત કેળું ખાવાથી કરે છે. તે દેશી વ્યંજન ખાવામાં વધુ વિશ્વાસ રાખે છે. તે નાસ્તામાં સામાન્ય રીતે ઘરમાં બનેલા ઘીના પરોઠા અને પૌંઆ ખાય છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

કરીનાની જેમ જ મલ્લિકા પણ ઘરમાં બનેલી વાનગીઓ પર વધુ વિશ્વાસ કરે છે. તે પોતાના દિવસની શરૂઆત ગરમ પાણીમાં લીંબુ અને મધથી કરે છે. આ ડ્રિંક તેને ડિટોક્સ કરવાની સાથે સાથે હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. મલાઈકાના નાસ્તાની વાત કરીએ તો તે સવારે એક વાટકી મિક્સ ફ્રૂટની સાથે પૌંઆ, ઈડલી, ઉપમા અને મલ્ટીગ્રેન ટોસ્ટ સાથે સફેદ ઈંડા લેવાનું પસંદ કરે છે. આ ુપરાંત વેજિટેબલ જ્યૂસ અને સ્મૂધીઝ પણ તેની લિસ્ટમાં છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ફક્ત બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાની ફિટનેસની છાપ છોડી ચૂકી છે. દીપિકાના સુપર ટોન્ડ અને આકર્ષક ફિગરનું રહસ્ય ઘરનો ખોરાક છે. દીપિકા બ્રેકફાસ્ટમાં સાઉથ ઈન્ડિયન ફૂડ જેમ કે ઉપમા, ઢોંસા, ઈડલી અને પોંઆ ખાય છે. આ ઉપરાંત તે વ્હાઈટ એગ સેન્ડવિચ પણ ખાવાનું પસંદ કરે છે.

English summary
Check what your favorite actresses eat at breakfast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X