For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂથી કન્યાકુમારી... ચાલી નિકળી ચેન્નઈ એક્સપ્રેસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 જાન્યુઆરી : શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણેની વર્ષ 2013ની મોસ્ટઅવેટેડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ આજે સવારે જ જમ્મૂથી લઈ કન્યાકુમારી સુધીની સફર કાપી ચુકી છે. હવે આપ વિચારશો કે કઈ રીતે? તો આપને જણાવી દઇએ કે આ ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટીએ દેશના લીડિંગ ન્યુઝ પેપર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પ્રથમ પાને જ આ ફિલ્મની એડ આપી છે. આ એડમાં ફિલ્મનું પોસ્ટર છે કે જેમાં એક બાઇક ઉપર શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે બેઠેલાં છે અને ચારે બાજુ સાઉથ ઇન્ડિયન એક્ટરોની તસવીરો લાેલી છે. આ એડ આજે સમગ્ર દેશમાં રિલીઝ થઈ છે અને આ સાથે શાહરુખ ખાનના ફૅન્સનો ઇન્તેજાર પણ શરૂ થઈ ચુક્યો છે.

Chennai Express

અગાઉ ચેન્નઈ એક્સપ્રેસની હીરોઇન તરીકે કરીના કપૂર તથા અસીન બતાવાઈ રહ્યા હતાં, પરંતુ ફિલ્મની કાસ્ટ નક્કી થતાં જ સૌને ખબર પડી ગઈ કે આ ફિલ્મની હીરોઇન બીજી કોઈ નહીં, પણ દીપિકા પાદુકોણે છે. 2007માં રિલીઝ થયેલ ઓમ શાંતિ ઓમ ફિલ્મ બાદ શાહરુખ ખાન અને દીપિકાની આ બીજી ફિલ્મ હશે કે જેમાં બંને સાથે દેખાશે. આ ફિલ્મનું નિર્માણ પણ શાહરુખ અને ગૌરી ખાનના પ્રોડક્શન રેડ હાઉસ ચિલીસ દ્વારા થઈ રહ્યું છે.

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની રિલીઝ ડેટ હજી સુધી કન્ફર્મ થઈ નથી, પરંતુ રોહિત શેટ્ટી પોતાની ફિલ્મના પ્રમોશનમાં કોઈ પણ કચાસ રાખવા નથી માંગતાં. તેથી તેમણે અત્યારથી જ પ્રમોશન શરૂ કરી નાંખ્યું છે. કહેવાય છે કે ફિલ્મમાં શાહરુખ અને દીપિકા વચ્ચે અનેક રોમાન્ટિક સીન્સ છે, પરંતુ કારણ કે આ રોહિત શેટ્ટીની ફિલ્મ છે, તેથી તેમાં એક્શન અને કૉમેડી પણ ભરપૂર હશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં ફરી એક વાર શાહરુખના પાત્રનું નામ રાહુલ છે.

English summary
Chennai Express, starring Shahrukh khan and Deepika Padukone is in headlines today. Rohit Shetty started promoting his film on grand scale. Today in Times Of India's every edition Rohit has given full page ad of Chennai Express.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X