છપાકની કહાની - જાણો લક્ષ્મી અગ્રવાલ સાથે શું થયુ હતુ એ ભયાનક દિવસે
દીપિકા પાદુકોણ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ છપાકમાં લક્ષ્મી અગ્રવાલની ભૂમિકા નિભાવશે. લક્ષ્મી એસિડ એટેક પીડિતાઓની જિંદગી બદલવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે કારણકે એસિડ એટેકે તેની જિંદગી બદલી દીધી હતી. લક્ષ્મી અગ્રવાલ એક ટીવી કાર્યક્રમ હોસ્ટ કરી ચૂકી છે. ભારતમાં એસિડના વેચાણ સામે બોલનારી કદાચ પહેલી એસિડ એટેક પીડિતા છે. 2005માં 15 વર્ષની ઉંમરમાં નદીમ ખાન નામના એક યુવકે લક્ષ્મીને પ્રપોઝ કર્યુ હતુ અને રિજેક્ટ કરવા પર તેના પર તેજાબ ફેંકી દીધો હતો. ત્યારબાદ લક્ષ્મીએ એસિડ એટેક સામે પોતાની લડાઈ શરૂ કરી.

લક્ષ્મી I love you. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છુ છુ
લક્ષ્મી પર એસિડ ફેંકનાર તેની દોસ્તનો ભાઈ હતો જે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. લક્ષ્મી જણાવે છે કે તે એક પુસ્તકની દુકાનમાં કામ કરતી હતી. જ્યાં પહેલી વાર એ વ્યક્તિએ મેસેજ કર્યો - લક્ષ્મી I love you. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છુ છુ. લક્ષ્મીએ કોઈ જવાબ આપ્યો નહિ. ત્યારબાદ એ વ્યક્તિએ ફરીથી મેસેજ કર્યો - મને અત્યારે જ જવાબ જોઈએ. થોડા દિવસ બાદ તેણે કૉલ કર્યો અને કહ્યુ કે લક્ષ્મી મને ખબર છે કે તુ કંઈક કરવા ઈચ્છે છે અને પોતા માતાપિતાનુ નામ રોશન કરવા ઈચ્છે છે. લક્ષ્મીએ આ વખતે જવાબ આપ્યો હા. એ વ્યક્તિએ ચલો ઠીક છે કહીને ફોન મૂકી દીધો.

એ ભયાનક દિવસ
લક્ષ્મીનો જન્મ એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો અને તે મોટી થઈને સિંગર બનવાના સપના જોતી હતી. નદીમ ખાન 32 વર્ષનો એક વ્યક્તિ હતો જે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો અને તેની ના સાંભળીને સહન કરી શક્યો નહિ. 2005માં પુસ્તકની દુકાનમાંથી બસ સ્ટૉપ તરફ જતી લક્ષ્મી પર નદીમ ખાને એસિડ ફેંકી દીધુ.

રસ્તા પર પડી રહી
એસિડ નંખાયા બાદ લક્ષ્મી, દિલ્લીના તુઘલખ રોડ પર પડી રહી. પછી એક ટેક્સી ડ્રાઈવરની નજર તેના પર પડી અને તે એને સફદરગંજ હોસ્પિટલ લઈ ગયો જ્યાં તેનો ઈલાજ કરવામાં આવ્યો.

સમાજે જીવવા ના દીધી
લક્ષ્મીએ જણાવ્યુ કે જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો તેના પર ઓછામાં ઓછુ 20 ડોલ પાણી નાખવામાં આવ્યુ. ત્યારબાદ તેનો ઈલાજ શરૂ થયો. સમાજના લોકો તેના પરિવારને સલાહ આપતા હતા કે તેને મારવાનુ ઈંજેક્શન આપી દેવામાં આવે. એક સમયે લક્ષ્મી પોતે પણ સુસાઈડ કરવા ઈચ્છતી હતી.

શરૂ કર્યુ કરિયર
લક્ષ્મીએ પોતાનુ કરિયલ એસિડ એટેક પર રોક નામના અભિયાન સાથે શરૂ કર્યુ. ધીમે ધે તે આખી દુનિયામાં એસિડ એટેક પીડિતાઓ માટે એક અવાજ બની ગઈ અને આવી મહિલાઓને ચહેરો બની ગઈ.

કર્યુ સમાજ માટે કામ
એસિડ અટકાવવા માટેના પોતાના કામ માટે લક્ષ્મીને ઘણા અવોર્ડ મળ્યા. વળી, તેણે પોતાના ફાઉન્ડેશન દ્વારા ઘણા એસિડ એટેક પીડિતાઓના જીવનમાં આત્મવિશ્વાસ પાછો લાવવા અને આત્મનિર્ભર બનાવવાનુ કામ કર્યુ. બાદમાં લક્ષ્મીએ શીરોઝ નામે કાફે ખોલ્યુ અને એસિડ એટેક પીડિતાઓને નોકરી આપી.

જ્યારે આવ્યો ચૂકાદો
2013માં લક્ષ્મીના કોર્ટ કેસ પર ચુકાદો આવવાનો હતો. તેના પર એસિડ નાખનાર નદીમને કોઈ અસર પણ નહોતી. તેણે જજને કહ્યુ કે શું તે હજુ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. લક્ષ્મીએ જજને જવાબ આપ્યો કે તેણે મારો ચહેરો બદલી દીધો છે, દિલ નથી બદલી શકતો.

જીવનની અલગ દિશા
2014માં લક્ષ્મી ન્યૂ એક્સપ્રેસ નામની ચેનલમાં ઉડાન નામની એક ટીવી શો હોસ્ટ કરવા લાગી. આ દરમિયાન તેની મુલાકાત સોશિયલ એક્ટિવિસ્ટ આલોક દીક્ષિત સાથે થઈ અને બંને સાથે રહેવા લાગ્યા.

મળ્યો એક સાથી
આલોક અને લક્ષ્મીએ લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો અને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. બંનેએ નિર્ણય કર્યો હતો કે બંને મરતા દમ સુધી સાથે રહેશે પરંતુ બંને લગ્ન ન કરીને સમાજને ચેલેન્જ કરવા ઈચ્છતા હતા.

નહોતા કર્યા લગ્ન
આલોક ઈચ્છતા હતા કે લક્ષ્મીને લગ્ન પર તેના લુક માટે કમેન્ટ કરવામાં ન આવે કારણકે લગ્નમાં સૌથી વધુ મહત્વ એક દુલ્હનનુ હોય છે અને લોકો તેની સાજ સજ્જા પર ટિપ્પણી કરે છે. માટે બંનેના પરિવારોનએ તેમના સંબંધનો એમ જ સ્વીકાર કર્યો. પરંતુ 2015માં બંને અલગ થઈ ગયા. બંનેની એક દીકરી છે.

લોકો બનાવે છે ચહેરો
લક્ષ્મીએ જણાવ્યુ કે દીપિકા પાદુકોણે જ્યારથી તેની ભૂમિકા નિભાવી છે ત્યારથી દુનિયાભરમાંથી મેકઅપ આર્ટિસ્ટ તેમનો ચહેરો રિક્રિએટ કરીને તેના ફોટા મોકલે છે. લક્ષ્મીનુ માનવુ છે કે તેમણે ક્યારેય નહોતુ વિચાર્યુ કે એક એસિડ એટેક પીડિતાનો ચહેરો પણ લોકો રિક્રિએટ કરશે. એટલા માટે તે મેઘના ગુલઝારની આભારી છે.
આ પણ વાંચોઃ કંગના રનોતે દીપિકા પાદુકોણને કેમ કહ્યુ થેંક્સ, જાણો અહીં