Chhava Teaser : શિવાજી મહારાજના પુત્ર સંભાજીના રોલમાં વિક્કી કૌશલ, છાવાનું ટીઝર રિલીઝ
Chhava Teaser : હાલમાં જ બેડ ન્યુઝમાં ધમાલ મચાવ્યા બાદ વિક્કી કૌશલ ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહ્યો છે. તેની આવનારી ફિલ્મ છાવાનું ટીઝર રિલીઝ કરી દેવાયુ છે.
વિક્કી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ છાવામાં જોવા મળશે. વિક્કી છેલ્લે ફિલ્મ બેડ ન્યૂઝમા જોલા મળ્યો ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.

સંભાજી મહારાજના રોલમાં જોવા મળેલા વિક્કી કૌશલની નવી ફિલ્મ છાવાનું ટીઝર સ્ત્રી 2ના થિયેટર શો દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિક્કી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના દમદાર રોલમાં જોવા મળ્યો છે. તે સેંકડો સૈનિકો સાથે એકલા લડતા જોવા મળશે.
ફિલ્મ ચાવાનું ટીઝર અદ્ભુત છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. મેડોક ફિલ્મ્સ અને નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે ફિલ્મ છાવાની આ ઝલક સાથે સૌને ચોંકાવી દીધા છે. આ ટીઝરમાં વિક્કી કૌશલ મહાન મરાઠા યોદ્ધા સંભાજી મહારાજના રોલમાં અદભૂત લાગી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર જોવા મળેલી વિડીયો ક્લિપમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજના રૂપમાં એકલા હાથે સેંકડો યોદ્ધાઓને હરાવી રહ્યો છે. વિક્કી કૌશલના આ નવા અવતારને જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
#Chhava teaser 💥🔥#VickyKaushal in a never-seen-before avatar 🔥 🥵 #ChhavaTeaser #Chhava#LaxmanUtekar #Chava #MaddockFilms #Stree2 #ShraddhaKapoor #AkshayKumar pic.twitter.com/dvpt6B4Cy3
— Siddharth (@sid23cool) August 14, 2024
આ ફિલ્મમાં વિક્કી કૌશલ ઉપરાંત રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્ના પણ જોવા મળશે. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. લોકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
