મારી મર્યાદાઓ છે અને મને ઇનકાર કરતાં આવડે છે : ચિત્રાંગદા

મુંબઈ, 1 જાન્યુઆરી : ચિત્રાંગદા સિંહ ભલે બૉલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં ગણાતાં હોય, પરંતુ હકીકત તો એ છે કે ચિત્રાંગદા સિંહે પોતાના માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરી રાખી છે. તેઓ બોલ્ડ સીન્સ કરતી વખતે પોતાની મર્યાદાઓમાં રહીને જ એક્ટિંગ કરે છે. ચિત્રાંગદા ગત વર્ષે રિલીઝ થયેલ જોકર ફિલ્મમાં આયટમ સૉંગ કરતાં નજરે પડ્યા હતાં અને હવે ટુંકમાં જ તેઓ અર્જુન રામપાલ સાથે ઇનકાર ફિલ્મમાં દેખા દેનાર છે. ચિત્રાંગદાએ જણાવ્યું કે કોઈ પણ ફિલ્મ માટે બોલ્ડ દૃશ્ય ફિલ્માવતી વખતે તેઓ ધ્યાન રાખે છે કે તેમને ક્યાં-શું કહેવું છે.

Chitrangada Singh

ઇનકાર ફિલ્મમાં અર્જુન અને ચિત્રાંગદા મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ઑફિસમાં મહિલા કર્મચારીઓ સાથે થતા જાતીય શોષણ પર આધારિત છે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ અને અર્જુન રામપાલ વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ ફિલ્માવાયાં છે અને કહેવાય છે કે આ બોલ્ડ સીન્સ એટલા બધા ઉત્તેજક છે કે પોતે ફિલ્મ દિગ્દર્શક પણ તે જોયા બાદ આશ્ચર્ય પામ્યાં. આ દૃશ્યો અંગે ચિત્રાંગદા સિંહે જણાવ્યું - બોલ્ડ દૃશ્યોના શુટિંગમાં જ્યાં સુધી હું સહ-કલાકાર અને દિગ્દર્શકનો સહકાર અનુભવું, ત્યાં સુધી કામ કરતી રહુ છું. મારી મર્યાદાઓ છે અને હું ઇનકાર કરતા જાણુ છું.

ફિલ્મોમાં આયટમ સૉંગ અંગે ચિત્રાંગદાએ જણાવ્યું કે તેઓ આયટમ સૉંગ કરવામાં પણ ખૂબ સહજતા અનુભવે છે. તેમને આયટમ સૉંગ કરવા સામે કોઈ વાંધો નથી અને તેઓ કાયમ સારી ફિલ્મોમાં આયટમ સૉંગ કરતાં રહેશે. ઇનકાર ફિલ્મના હીરો અર્જુન રામપાલ અંગે તેમનું જણાવવું છે કે અર્જુને આ ફિલ્મમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ચિત્રાંગદા આ અગાઉ કહી ચુક્યાં છે કે તેઓ પોતાની રીયલ લાઇફમાં પણ જાતીય શોષણના ભોગ બની ચુક્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X