કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઇસને એક્ટર બનવાના અરમાન

બોલિવૂડમાં 'લગાન', 'ઝન્કાર બીટ્સ', 'નાચ' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરનારા ટેરેન્સે બુધવારે મુંબઇમાં કેટલાક રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'એક્ટર તરીકે હું કેવું કામ કરી શકું છું તે જોવાની મને ઇચ્છા છે. હું છેલ્લા ઘણા સમયથી ડાન્સ ક્ષેત્રમાં સક્રિય છું. મારે હવે નવા ક્ષેત્રનો અનુભવ લેવો છે. હું બાળપણમાં ગાયન, નૃત્ય અને નાટકોમાં કામ કરતો હતો. હું એક્ટિંગ કરવા માંગુ છું પણ મને સુપરસ્ટાર બનવાની મહત્વકાંક્ષા નથી.'
ટેરેન્સે વધુમાં જણાવ્યું કે 'એક્ટિંગ કરવી મારી મહત્વકાંક્ષા નથી, પણ એક્ટર બની મારે એવી ભૂમિકા ભજવવી છે, જેના દ્વારા અમને કંઇક અલગ કરવાનો અનુભવ મળે. હું ખૂબ પૈસા મેળવવા કે નામના મેળવવા માટે નહીં પણ સારી ફિલ્મો દ્વારા સિનેમામાં ફાળો આપવા માંગુ છું કારણ કે એક્ટર બનવાથી તમે ઘણાં વ્યક્તિત્વનો અનુભવ મેળવી શકો છો.'
બોલિવૂડ કોરિયોગ્રાફર તરીકે જાણીતા ટેરેન્સ ભારતીય લોકનૃત્યો, નીઓ ક્લાસિકલ અને કેન્ટેમ્પરરી ડાન્સ ફોર્મમાં વિશેષતા ધરાવે છે.












Click it and Unblock the Notifications
