તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું છે આરોપ?
ઘરે ઘરે જાણીતા બનેલા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. હવે પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
હાલમાં જ અસિત મોદી વિરૂદ્ધ જાતીય શોષણના આરોપો લાગ્યા હતા. અત્યાર સુધી શોની ઘણી અભિનેત્રીઓએ તેમના પર યૌન શોષણ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.

ANI અનુસાર, અસિત મોદી સિવાય સોહેલ રામાણી અને જતીન બજાજ પર યૌન ઉત્પીડનના આરોપો સાથે કેસ નોંધવામાં આવ્યો છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
અહીં તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી અસિત મોદી પર શોની તમામ અભિનેત્રીઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ સિવાય તેમના પર કલાકારોએ ફી સમયસર ન ચુકવવાનો પણ આરોપ લાગ્યો છે.
અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે ચૂપ છે કારણ કે તેને નોકરી ગુમાવવાનો ડર હતો. અસિત મોદી તેને વાંધાજનક મેસેજ મોકલતા હતા અને તેણીને તેના રૂમમાં બોલાવતા હતા. જો કે અસિત મોદીએ આ નિવેદનોને ખોટા ગણાવ્યા કહ્યું હતુ કે તે અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરશે.












Click it and Unblock the Notifications
