મુંબઈ ઇંડિયન્સના ટેકેદાર છે રણબીર કપૂર
મુંબઈ, 25 મે : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર કહેછે કે તેઓ ઇંડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 6માં પોતાની હોમ ટીમ મુંબઈ ઇંડિયન્સને પૂર્ણત્વે ટેકો આપે છે.

એક ટેલીવિઝન કાર્યક્રમમાં પોતાની આવનાર ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું પ્રમોશન કરતાં રણબીરે જણાવ્યું - હું મુંબઈ ઇંડિયન્સનું પૂર્ણત્વે સમર્થન કરુ છું. અયાન મુખર્જી દિગ્દર્શિત અને ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મ યે જવાની હૈ દીવાની આગામી 31મી મેના રોજ રિલીઝ થઈ રહી છે અને તેમાં રણબીર ઉપરાંત કલ્કી કોચલીન, આદિત્ય રૉય કપૂર તથા દીપિકા પાદુકોણે મહત્વની ભૂમિકાઓમાં છે. ફિલ્મનું ડિસ્કો ગીત બદતમીઝ દિલ... અત્યારથી જ ગીતોની ટોચની યાદીમાં ચાલી રહ્યું છે.
રણબીર કપૂરે જણાવ્યું - મારી બાબતમાં કહું તો મને બે વરસથી નૃત્ય કરવાની તક મળી નથી અને રૉકસ્ટાર ફિલ્મમાં હું એક સિંગર હતો, જ્યારે બર્ફી ફિલ્મમાં મૂંગો-બહેરો હતો. તેથી હું તેમા એકદમ ખોવાઈ ગયો હતો.












Click it and Unblock the Notifications
