Final! સારા અલી ખાન ડેબ્યૂ કરશે આ સુપરસ્ટાર સાથે!
અનેક ચર્ચાઓ બાદ આખરે સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ફાઇનલ થઇ ચૂકી છે.
સારા અલી ખાન અને જ્હાનવી કપૂરનું બોલિવૂડ ડેબ્યૂ હાલ ચર્ચાનો વિષય છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની આ સુંદર પુત્રી પહેલાં કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરવાની હોવાની ખબર આવી હતી. જો કે, પછીથી તેણે આ ફિલ્મ છોડવી પડી. હવે ખબર આવ્યા છે કે, સારા અભિષેક કપૂરની ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહી છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ
ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં અભિષેકે આ વાત કન્ફર્મ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારી આગામી ફિલ્મમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળશે. અનેક અફવાઓ બાદ આખરે સારા અલી ખાનનું બોલિવૂડ ડેબ્યૂ ફાઇનલ થઇ ગયું છે.

ફિલ્મનું નામ છે કેદારનાથ
સારા અલી ખાનની આ પહેલી ફિલ્મનું નામ છે કેદારનાથ. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે પણ અભિષેકની ફિલ્મ કાઇપો છે થકી જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં સારા કરણ જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરનાર હતી, પરંતુ આ ફિલ્મમાં સારાનો એક બિકિની સિન હતો, જેની સામે અમૃતાએ વાંધો ઉઠાવતા સારાએ આ ફિલ્મ છોડવી પડી હતી.

કરણ જોહરની ફિલ્મ પણ હતી ફાઇનલ
કરણ જોહરની ફિલ્મમાં સારા લગભગ ફાઇનલ હતી. સૈફ અલી ખાને પણ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કરણ જોહર ઇન્ડસ્ટ્રીના સૌથી ફિલ્મમેકર્સમાંના એક છે, જો તેઓ સારાને લોન્ચ કરે તો એ ઘણી સારી વાત કહેવાય.

હર્ષવર્ધનને કરી રહી છે ડેટ?
થોડા દિવસો પહેલાં જ સારા અલી ખાન અને અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનને એક રેસ્ટોરન્ટમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. આ કારણે જ આ બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ખબરોએ જોર પકડ્યું છે.

કરણ જોહરની પાર્ટી
રિસન્ટલી કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં પણ સારાએ સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. આ પાર્ટીની શાહરૂખ ખાન, સારા અને આર્યનની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. કરણ જોહરની પાર્ટીમાં તેઓ સારાને બધા મહેમાનો સાથે ઇન્ટ્રોડ્યૂસ કરતાં નજરે પડ્યાં હતા.

બિકિનીમાં સારા
થોડા દિવસો પહેલં સારાનો બિકિનીઓ આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ એક પાર્ટીનો ફોટો છે, જેમાં સારા ટીવી શોના પ્રોડ્યૂસર સાથે નજરે પડે છે. આ ટીવી પ્રોડ્યૂસરે જ સારાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો અને ફોટો તુરંત વાયરલ થઇ ગયો હતો. આ પહેલાં ક્યારેય સારા બિકિનીમાં જોવા નહોતી મળી.












Click it and Unblock the Notifications
