આદિપુરૂષના ડાયલોગ્સને લઈને નેપાળમાં વિવાદ, ફિલ્મના સ્ક્રીનિંગ પર રોક લગાવાઈ
ભગવાન રામના જીવન પર બનેલી ફિલ્મ આદિપુરુષને લઈને ભારત સહિત પડોશી દેશોમાં પણ મોટો વિવાદ થયો છે. હવે ફિલ્મમાં સીતાને ભારતની બેટી કહેતા નેપાળમાં ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક લગાવી દેવાઈ છે.
સિનેમાઘરોમાં રિલિઝ થયા બાદથી સતત વિવાદોમાં રહેલી ફિલ્મ આદિપુરુષને લઈને હવે નેપાળમાં હંગામો શરૂ થયો છે. નેપાળની રાજધાની કાઠમંડુમાં ફિલ્મના એક ડાયલોગ સીતાજી ભારત કી બેટી હૈને લઈને બહિષ્કારનો સામનો કરી રહી છે.

હવે વિવાદ વધતા નેપાળમાં તમામ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિનેમાઘરોમાં ભારતમાં બનેલી કોઈપણ ફિલ્મ પ્રદર્શિત ન થાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે.
સીતાને લઈને વિવાદ થઈ રહ્યો છે ત્યારે કાઠમંડુના મેયર બાલેન શાહે દાવો કર્યો કે સીતાનું જન્મ સ્થાન નેપાળ હતું. તેમને કાઠમંડુમાં તમામ ભારતીય ફિલ્મોના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. શહેરના તમામ 17 સિનેમા હોલને ભારતીય ફિલ્મો પ્રદર્શિત ન કરવા નિર્દેશ અપાયા છે.
બીજી તરફ બાલેન શાહે ફિલ્મ નિર્માતાઓને ચેતવણી પણ આપી છે કે જો ડાયલોગ દૂર કરવામાં નહીં આવે તો કાઠમંડુમાં તમામ ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ લાગુ રહેશે.
એક તરફ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ રહી છે તો બીજી તરફ ફિલ્મના લેખક મનોજ મુંતશિરે બચાવ કર્યો અને દાવો કર્યો કે, નેપાળ 1903 પહેલા ભારતનો ભાગ હતો તેથી સીતાનો જન્મ ભારતમાં થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
જો કે વિવાદ ઉભો થયા પછી આદિપુરુષના નિર્માતાઓએ ફિલ્મના સંવાદો ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. નિર્માતા વિવાદાસ્પદ સંવાદો પર વિચાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં થિયેટરોમાં આવશે.












Click it and Unblock the Notifications
