Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Corsica Or Love Corner? : દીપિકા પાછળ રણવીર, તો રણબીર પાછળ કૅટનો ‘તમાશો’!!!

મુંબઈ, 24 જુલાઈ : કોર્સિકા? આ કોર્સિકા શું છે? ઇતિહાસ-ભૂગોળની માહિતી ધરાવનારને તો ખબર હશે કે કોર્સિકા શું છે? જો આપને નથી ખબર, તો અમે બતાવી દઇએ. કોર્સિકા છે ફ્રાંસનું એક શહેર. જોકે ફ્રાંસ અને બૉલીવુડ વચ્ચે સીધે-સીધો તો કોઈ સંબંધ નથી. આમ છતાં ફ્રાંસનું આ શહેર કોર્સિકા છેલ્લા ઘણા દિવસથી બૉલીવુડના બે પ્રેમી જોડાઓ માટે લવ કૉર્નર બની ગયું છે.

હા જી, બૉલીવુડમાં આજકાલ કોર્સિકા ખૂબ જ ચર્ચિત નામ છે, કારણ કે આ એ જ શહેર છે કે જ્યાં બૉલીવુડ ફિલ્મ તમાશાનું શૂટિંગ થઈ રહ્યું છે. એ પણ બતાવવાની જરૂર નથી કે તમાશા ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ છે. આ એ જ ઇમ્તિયાઝ અલી છે કે જેમણે છેલ્લે આલિયા ભટ્ટ તથા રણદીપ હુડા સાથે હાઈવે જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હોવા ઉપરાંત તમાશાની વધુ એક મોટી ખાસિયત એ છે કે તેમાં દીપિકા પાદુકોણે અને રણબીર કપૂરની જોડી હૅટ્રિક કરવા જઈ રહી છે.

એક વખતના પ્રેમી પંખીડા દીપિકા-રણબીરની પહેલી ફિલ્મ બચના ઐ હસીનો હતી. આ ફિલ્મ બાદ દીપિકા-રણબીરનુ લવ અફૅર સમગ્ર બૉલીવુડમાં ચર્ચામાં હતું, પરંતુ પછી બ્રેક-અપ થયું. જોકે બ્રેક-અપ થયા બાદ પણ આ જોડીએ ગત વર્ષે યે જવાની હૈ દીવાની જેવી સુપરહિટ ફિલ્મ આપી અને હવે આ જોડી તમાશામાં હૅટ્રિક કરશે, પરંતુ વાત જ્યારે કોર્સિકોની છે, તો હવે અમે તસવીરો સાથે ખુલાસો કરીશું કે કોર્સિકામાં તમાશાના સેટ બહાર કઈ રીતે રીયલ તમાશા થઈ રહ્યાં છે.

ચાલો જુઓ તસવીરો સાથે આ Exclusive Report :

બ્રેક-અપ સે આગે...

બ્રેક-અપ સે આગે...

આપણે દીપિકા પાદુકોણે અને રણબીર કપૂર વચ્ચે થયેલ બ્રેક-અપ સુધીની વાત તો જાણી, પરંતુ હવે જોઇશું બ્રેક-અપથી આગળ શું છે.

બ્રેક-અપ બાદ પહેલી ફિલ્મ

બ્રેક-અપ બાદ પહેલી ફિલ્મ

દીપિકા પાદુકોણે અને રણબીર કપૂરે બ્રેક-અપ થયા બાદ પણ અયાન મુખર્જીની ફિલ્મ યે જવાની હૈ દીવાની કરી અને આ ફિલ્મને જોરદાર સફળતા પણ મળી.

નવા સાથીઓ

નવા સાથીઓ

દીપિકા-રણબીરના રસ્તા ભલે જુદા થઈ ગયાં, પરંતુ બંનેએ માત્ર સાથે ફિલ્મો જ ન કરી, બલ્કે પોત-પોતાના માટે નવા સાથીઓ પણ શોધી લીધાં.

દીપિકા-રણવીર

દીપિકા-રણવીર

યે જવાની હૈ દીવાની બાદ દીપિકાએ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા કરી અને આ ફિલ્મના સેટ પર દીપિકાને રણવીર સિંહ તરીકે નવો સાથી મળી ગયો.

દીપિકા ઘેલો રણવીર

દીપિકા ઘેલો રણવીર

રામલીલા બાદ દીપિકા અને રણવીરનુ અફૅર ચૌરે-ને-ચોટે ગાજી રહ્યું છે. બંને એક-બીજા માટે ઘેલા છે.

રણબીર કૅટ

રણબીર કૅટ

બીજી બાજુ દીપિકા સાથે છેડો ફાડ્યા બાદ રણબીર કપૂરને કૅટરીના કૈફ તરીકે નવો સાથી મળ્યો.

કૅટ ઘેલો રણબીર

કૅટ ઘેલો રણબીર

અજબ પ્રેમ કી ગઝબ કહાનીના સેટ પર કૅટના પ્રેમમાં પડનાર રણબીર પણ રણવીરની જેમ પોતાની નવી પ્રેમિકા માટે ઘેલો છે.

દરેક ઇવેંટ્સમાં સાથે

દરેક ઇવેંટ્સમાં સાથે

દીપિકા-રણવીર અને રણબીર-કૅટ મોટાભાગે દરેક ઇવેંટ કે આઉટિંગમાં જોડીમાં જ પહોંચે છે.

દીપિકા-રણબીર કોર્સિકોમાં

દીપિકા-રણબીર કોર્સિકોમાં

દરમિયાન દીપિકા અને રણબીર ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ તમાશાના શૂટિંગ માટે હાલમાં ફ્રાંસના શહેર કોર્સિકોમાં છે.

કૅટે રણબીર સાથે ઉજવ્યો જન્મ દિવસ

કૅટે રણબીર સાથે ઉજવ્યો જન્મ દિવસ

તાજેતરમાં જ કૅટરીના કૈફનો જન્મ દિવસ હતો. કૅટે મુંબઈથી બહાર ફ્રાંસમાં કોર્સિકો પહોંચી રણબીર કપૂર સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી.

રણવીર પણ પહોંચ્યાં કોર્સિકો

રણવીર પણ પહોંચ્યાં કોર્સિકો

બીજી બાજુ રણવીર સિંહ પણ એક એડના શૂટિંગ અર્થે કોર્સિકો પહોંચ્યા અને પોતાના પ્રેમિકા દીપિકાને મળવા તમાશાના સેટ પર પહોંચી ગયાં.

કોર્સિકો બન્યું લવ કૉર્નર

કોર્સિકો બન્યું લવ કૉર્નર

આમ દીપિકા-રણબીરની ફિલ્મ તમાશાનુ શૂટિંગ સ્થળ કોર્સિકો લવ કૉર્નર બની ગયુ છે.

રીયલ તમાશા

રીયલ તમાશા

ઇમ્તિયાઝ અલીની ફિલ્મ તમાશાના સેટ પર તો રણબીર-દીપિકા રીલ તમાશા કરી રહ્યા છે, પરંતુ સેટની બહાર બંને પોતાના પ્રેમી-પ્રેમિકાઓ સાથે રીયલ તમાશા કરી રહ્યા છે.

અને દીપિકાનુ દિલ ધડક્યુ

અને દીપિકાનુ દિલ ધડક્યુ

એવુ નથી કે માત્ર રણવીર જ દીપિકા ઘેલા છે, દીપિકા પણ રણવીર ઘેલા છે. આ તસવીર રણવીર સિંહની આગામી ફિલ્મ દિલ ધડકને દોના સેટની છે કે જ્યાં તાજેતરમાં દીપિકા પાદુકોણે દેખાયા હતાં. વિસ્તૃત માહિતી માટે ક્લિક કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X