મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત, કોર્ટે જામીન મંજુર કર્યા!

200 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે. આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને જામીન આપ્યા છે. કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને 2 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.

200 કરોડના મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે. આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને જામીન આપ્યા છે. કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને 2 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.

jacqueline fernandez

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલીઓ વધી રહી હતી ત્યારે કોર્ટે રાહત આપતા શરત મૂકી છે કે અભિનેત્રી કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં.

મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીનના ફોટો વાયરલ થયા હતા. સમાચાર અનુસાર, અભિનેત્રી સુકેશ પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ મળી હતી. આ કેસની ચાર્જસીટમાં ઈડીએ જેક્લીનને આરોપી પણ બનાવી છે. ઈડીએ જેકલીનને છેત્તરપિંડીના નાણાની લાભાર્થી ગણાવી છે. બીજી તરફ જેકલીની જામીન અરજીનો ઈડી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે જેકલીન તપાસથી બચવા દેશ છોડીને ભાગી શકે છે.

ઈડીએ જેકલીનના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે, જેકલીને મોજ-મસ્તી માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેની પાસે પૂરતા પૈસા હોવાથી ભાગી જવાના તમામ પ્રયાસો કર્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે ઈડીને પ્રશ્ન કર્યો કે, કેસની તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસની ધરપકડ કેમ ન કરાઈ?

કોર્ટે કહ્યું કે, તમે એલઓસી જારી કરવા છતાં હજુ સુધી જેકલીનની ધરપકડ કેમ નથી કરી? અન્ય આરોપીઓ જેલમાં છે. તમે અલગ-અલગ માપદંડો કેમ રાખો છો? આરોપીની ધરપકડ ન કરવા માટે કારણો હોવા જોઈએ.

કોર્ટની દરખાસ્તનો જવાબ આપતા ઈડી તરફથી કહેવાયુ હતુ કે, અભિનેત્રી સામે લુક આઉટ સર્ક્યુલર પહેલેથી જ જારી છે અને તેથી તપાસ અધિકારીએ ધરપકડની તેની શક્તિનો ઉપયોગ કર્યો નથી. અભિનેત્રી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી હાજર રહેલા વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ગુરુવારે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X