જેકલીનને કોર્ટની મોટી રાહત, IIFA 2022 માટે વિદેશ જવાની પરવાનગી આપી!
સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે. કોર્ટે અભિનેત્રીને વિદેશ જવાની મંજૂરી આપી છે.
મુંબઈ, 28 મે : સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે. કોર્ટે અભિનેત્રીને વિદેશ જવાની મંજૂરી આપી છે. ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (આઈફા) એવોર્ડ્સમાં હાજરી આપવા માટે જેકલીનને કોર્ટ દ્વારા વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી છે. અભિનેત્રી 31 મેથી 6 જૂન વચ્ચે અબુ ધાબી જઈ શકે છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેત્રીને ભારત છોડવા અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે એજન્સી સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના ખંડણીના કેસની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, જેકલીન ફર્નાન્ડિઝે આઈફા 2022 એવોર્ડ્સમાં ભાગ લેવા માટે અબુ ધાબી જવા માટે દિલ્હીની કોર્ટ પાસે પરવાનગી માંગી હતી.
જેકલીનના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું કે તે એક મોટી અભિનેત્રી છે, જેને ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે બોલાવવામાં આવે છે, જો કે અભિનેત્રી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે, જેના કારણે તે વિદેશ પ્રવાસ કરી શકતી નથી. આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને 31 મેથી 6 જૂન સુધી વિદેશ પ્રવાસની મંજૂરી આપી છે.
તમને જણાવી દઈએ કે ED દ્વારા ચાલી રહેલી તપાસ બાદ ગત વર્ષે ડિસેમ્બરમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અભિનેત્રીને દેશની બહાર જતી અટકાવવામાં આવી હતી. તાજેતરમાં જ ઈડીએ જેકલીનની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી. આરોપ છે કે ઠગ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હતી.












Click it and Unblock the Notifications
