For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hit and Run Case: સલમાન વિરૂદ્ધ આરોપ નક્કી કરાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 જુલાઇ: હિટ એન્ડ રન કેસમાં મુંબઇની સેશન્સ કોર્ટમાં બૉલીવુડ કલાકાર સલમાન ખાન વિરૂદ્ધ બુધવારે આરોપો નક્કી કરવામાં આવ્યાં હતા. જો કે આ પહેલાં એમ કહેવામાં આવતું હતું કે જજની બદલીના કારણે સુનાવણી ટળી ગઇ છે. કોર્ટે એમપણ કહ્યું છે કે જો આ મામલે જરૂરિયાત જણાશે તો સલમાન ખાનને કોર્ટમાં હાજર થવું પડશે. આ મુદ્દે જો સલમાન દોષી સાબિત થશે તો તેમને 10 વર્ષની સજા થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇની સેશન્સ કોર્ટમાં હવે સલમાન ખાન વિરૂદ્ધ બિન-ઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચાલી રહ્યો છે. આ પહેલાં કેટલાક વર્ષો સુધી સલમાન ખાન વિરૂદ્ધ બેદરકારીનો મુદ્દો મુંબઇની બાંદ્રા કોર્ટમાં ચાલતો હતો. પરંતુ પુરાવાના ધ્યાનમાં રાખતાં સલમાન ખાન વિરૂદ્ધ બિન-ઇરાદાપૂર્વક હત્યાનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

salman-khan

સલમાન ખાન પર આરોપ છે કે સપ્ટેમ્બર 2002માં તે દારૂના નશામાં ધૂત બનીને પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યાં હતા. કાર પરથી સંતુલન ગુમાવવાના કારણે સલમાન ખાનની કાર નીચે 5 લોકો કીચડાઇ ગયા હતા જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને આ અકસ્માતમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

English summary
A Mumbai court framed culpable homicide charges against actor Salman Khan in a decade-old hit-and-run case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X