For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુશાંત સિંહના શબના ફોટા શેર ન કરવાની મહારાષ્ટ્ર સાઈબરની ચેતવણી, ડિલીટ કરી દો નહિતર...

સોશિયલ મીડિયા પર સુશાંત સિંહના શબના ફોટા શેર કરાયા બાદ પોલિસે કડક વલણ અપનાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેના આ પગલાંથી આખુ સિને જગત અને દેશ સ્તબ્ધ છે અને કોઈને પણ આ ઘટના પર વિશ્વાસ નથી થઈ રહ્યો. સુશાંતના મોતના સમાચાર ચિનગારીની જેમ થોડીક મિનિટોમાં સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા. પરંતુ થોડી વાર બાદ જ સુશાંતના શબના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા જેમાં સુશાંતનુ શબ તેના રૂમમાં પડેલુ છે. સોશિયલ મીડિયા પર આ ફોટા શેર કરાયા બાદ પોલિસે કડક વલણ અપનાવ્યુ છે.

ચેતવણી જારી કરી

ચેતવણી જારી કરી

મહારાષ્ટ્ર સાઈબરની નોડલ એજન્સીએ કડક ચેતવણી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ પણ સોશિયલ મીડિયા પર સુશાંતના શબના ફોટા શેર કરશે તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. મહારાષ્ટ્ર સાઈબર તરફથી ઘણા ટ્વિટ કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આ રીતના ફોટા શેર કરવા માત્ર ખોટા જ નથી પરંતુ ગેરકાયદેસર પણ છે. આમાં જો કોઈ પણ આ ફોટાે શેર કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ડિલીટ કરી દો ફોટા

ડિલીટ કરી દો ફોટા

મહારાષ્ટ્ર સાઈબર તરફથી કહેવામાં આવ્યુ છે કે જે લોકોએ આ ફોટા શેર કર્યા છે તે આ ફોટાને ડિલીટ કરી દે અને આગળથી આમ ન કરે. મુંબઈ પોલિસના પ્રવકતા ડીસીપી પ્રણવ અશોકે કહ્યુ કે સુશાંતનુ મોત આત્મહત્યાના કારણે થયુ છે, અમે કેસની તપાસ કરી રહ્યા છે, તેમની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તમને જણાવી દઈએ કે સુશાંતના મોત બાદ આ રીતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આરોપ છે કે સુશાંતના મોત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે. તેમના પિતા અને મામાએ આ બાબતે તપાસની માંગ કરી છે.

ઉત્કૃષ્ટ ફિલ્મોમાં કર્યુ કામ

ઉત્કૃષ્ટ ફિલ્મોમાં કર્યુ કામ

સુશાંતે ડિટેક્ટીવ બ્યોમકેશ બક્શી, એમએસ ધોનીઃ ધ અનટોલ્ટ સ્ટોરી, કાઈપો છે અને છિછોરે જેવી અમુક ફિલ્મોમાં લીડ ભૂમિકા નિભાવી. એમએસ ધોની ફિલ્મથી સુશાંત સિંહની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ. તમને જણાવી દઈએ કે સુશાંતે વર્ષ 2013માં કાઈપો છે ફિલ્મથી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.

સુશાંત સિંહના પોલિસ અધિકારી જીજાજીએ કહ્યુ - ષડયંત્રની શંકા, તપાસ કરાવીશુ

English summary
Cyber team of Maharashtra warning to delete the photos of Sushant Singh Rajput dead body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X