Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : એક્શન અને સેક્સની ચાસણી એટલે ડી ડે : પ્રિવ્યૂ

મુંબઈ, 18 જુલાઈ : બૉક્સ ઑફિસે શુક્રવારે એક્શન ફિલ્મ ડી ડે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રોમોએ જણાવી દીધું છે કે પુનઃ એક વાર મોટા પડદે રૂમાનિયત નહિં, પણ ઢિશુમ-ઢિશુમનો ડંકો વાગવાનો છે. ડી ડે મલ્ટીસ્ટારર ફિલ્મ છે અને તેથી જ ફિલ્મની કાસ્ટ વૅલ્યુ અગાઉથી જ હાઈ છે. નિર્માતા-દિગ્દર્શક નિખિલત અડવાણીએ મોટા પડદે સ્ટાર્સ સાથે પુનઃ એક વાર બૉમ્બ-દારૂગોળા અને અંડરવર્લ્ડની લડાઈ લઈને આવી રહ્યાં છે.

(જરૂર વાંચો : હોશ ઉડી જશે શ્રુતિની હૉટનેસ જોઈ)

બીજી બાજુ ડી ડે ફિલ્મના પ્રોમોમાં વારંવાર દર્શાવાતા અર્જુન રામપાલ તથા શ્રુતિ હસન વચ્ચેના બોલ્ડ તથા ઇંટીમેટ સીન્સ પણ લોકો વચ્ચે ખાસી ચર્ચામાં છે, તો બુરકો પહેરેલા હુમા કુરૈશી રિવૉલ્વર ચલાવી લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યાં છે. ડી ડે ફિલ્મનું ગીત લાલ મેરી... જૂનુ હિટ ગીત છે. આ વખતે પણ તે સિચ્યુએશન સૉંગ બની લોકોમાં રોમાંચ પેદા કરી રહ્યું છે. ફિલ્મમાં ઋષિ કપૂર દ્વારા બોલવામાં આવેલ ડાયલૉગ ટ્રિગર ખીંચ... મામલા મત ખીંચ... પણ લોકોની જીભે ચડી ગયો છે.

આવો તસવીરો સાથે જોઇએ-જાણીએ કેટલીક વધુ વિગતો :

ઋષિ બન્યાં ડૉન માફિયા

ઋષિ બન્યાં ડૉન માફિયા

ફિલ્મ અગ્નિપથમાં નેગેટિવ રોલ કરનાર ઋષિ કપૂર પુનઃ એક વાર એક્શન રોલમાં છે. તેમણે નિર્વાસિત ડૉન ઇકબાલની ભૂમિકા ભજવી છે.

અર્જુન-શ્રુતિ ઇંટીમેટ

અર્જુન-શ્રુતિ ઇંટીમેટ

ફિલ્મમાં અર્જુન રામપાલ અને શ્રુતિ હસન વચ્ચે અનેક ઇંટીમેટ સીન્સ છે.

હુમા એક્શનમાં

હુમા એક્શનમાં

હુમા કુરૈશી ડી ડેમાં એક્શન રોલમાં છે. અર્જુનના પત્ની બનેલા હુમા બુરકો પહેરી ગોળી ચલાવે છે.

જોરદાર એક્શન

જોરદાર એક્શન

ફિલ્મનું પ્રોમો દર્શાવે છે કે ફિલ્મમાં એક્શન સીન્સ ઘણા બધાં છે. અર્જુન રામપાલ તથા ઇરફાન ખાનની મહત્વની ભૂમિકા છે.

આતંકવાદ

આતંકવાદ

ભારતના જ્વલંત મુદ્દા આતંકવાદ પર આધારિત આ ફિલ્મ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X