દબંગ 2માં ડબલ નહીં, ટ્રિપલ મજા મળશે - અરબાઝ
મુંબઈ, 18 ડિસેમ્બર : સલમાન ખાનની આવનાર ફિલ્મ દબંગ 2 અંગે સલમાનના ભાઈ અરબાઝ ખાન ખૂબ ઉત્સાહિત છે. હોય પણ કે નહીં, દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ છે. અરબાઝનું કહેવું છે કે આ ફિલ્મ માત્ર એક્શન કે કૉમેડી ફિલ્મ નથી, પણ તેમાં ઘણું બધું મનોરંજન પણ છે. દબંગ 2માં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા છે અને સાથે છે તેમના ધર્મના બહેન કરના કપૂરનું આયટમ સૉંગ પણ. આ ફિલ્મ 2010માં રિલીઝ થયેલ દબંગની સિક્વલ છે અને તેના પાત્રો રજ્જો તથા ચુલબુલ પાન્ડે દબંગ 2માં પણ છે. દબંગ 2 શુક્રવારે રિલીઝ થવાની છે.

આ ફિલ્મ અંગે અરબાઝ ખાને જણાવ્યું - આપ સૌને આ ફિલ્મમાં એક્શન સાથે ઘણી સ્ટાઇલો જોવા મળશે અને આ સ્ટાઇલો આપને ચુલબુલ પાન્ડેના પાત્ર તેમજ દબંગની બ્રાંડને ઘણી કમ્પ્લીટમેંટ કરતી દેખાશે. એક્શન આ ફિલ્મનો ખૂબ જ જરૂરી ભાગ છે, પરંતુ આમ છતાં ફિલ્મમાં વધુ પડતું એક્શન જોવા નહીં મળે. એક્શન પાછળ એક વાર્તા પણ છે. માત્ર એક્શન જ નથી. વગર કોઈ ઇમોશને ફિલ્મમાં કશું પણ ઉમેરવામાં આવ્યુ નથી.
દબંગ 2માં કરીના કપૂર દ્વારા કરાયેલ આયટમ સૉંગ ફેવીકૉલ સે... અને બાકીના અનેક ગીતો જેમ કે દગાબાજ રે... વગેરે ખૂબ પસંદ કરાઈ રહ્યાં છે. મ્યુઝિક કમ્પોઝર સાજિદ-વાજિદ દબંગ બાદ હવે તેની સિક્વલમાં પણ જોડાયેલાં છે. અરબાઝે તેમના અંગે જણાવ્યું - ફિલ્મમાં પાંચ ગીતો છે. દબંગના ગીતો બહેતરીન હતાં અને આ વખતે સાજિદ-વાજિદે વધુ મહેનત કરી છે. મને લાગે છે કમ્પોઝર્સે બહેતરીન કામ કર્યું છે. સાથે જ અરબાઝ ખાને એમ પણ જણાવ્યું કે દબંગ હવે એક બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ સાથે તાલમેલ જાળવવાવ હું ખૂબ જ સચેત હતો. હું આ ફિલ્મને ખૂબ સારી રીતે અને મનોરંજક રીતે રજુ કરવા માંગતો હતો.












Click it and Unblock the Notifications
