Watch Song : સંવાર લૂં... માં નવ સાડી બદલતાં સોનાક્ષી
મુંબઈ, 25 મે : બૉલીવુડ અભિનેત્રી અને દબંગ ગર્લ તરીકે જાણીતાં સોનાક્ષી સિન્હાએ પોતાની પ્રથમ જ ફિલ્મ દબંગમાં સાડી પહેરી હતી અને તે પછી સાડી જાણે તેમના પોશાકનો પર્યાય બની ચુકી છે. મોટાભાગે સોનાક્ષી સિન્હા ફિલ્મો કે સમારંભોમાં પણ સાડીમાં જ દેખાય છે. હવે સોનાક્ષીએ પોતાની આવનાર ફિલ્મ લુટેરામાં પણ નવ જુદી-જુદી સાડીઓ પહેરી છે.

વિક્રમાદિત્ય મોટવાણી દિગ્દર્શિત લુટેરા ફિલ્મમાં સોનાક્ષી સિન્હા સાથે રણવીર સિંહ છે. પહેલી વાર આ જોડી રૂપેરી પડદે આવી રહી છે. 1950ના દાયકા પર આધારિત ફિલ્મના એક ગીત સંવાર લૂં... માં સોનાક્ષી સિન્હા માટે ખાસ રીતે સાડીઓની પસંદગી કરાઈ કે જેથી 50ના દાયકાની ઝલક દેખાય. સોનાક્ષીએ માત્ર આ એક ગીતમાં નવ પ્રકારની સાડીઓ પહેરવાની હતી કે જેની કિંમત લગભગ 3 લાખ રુપિયા થાય છે.
સોનાક્ષી સિન્હા આ અંગે કહે છે - વિક્રમ અને તેમની ટીમે મારો આ લુક તૈયાર કર્યો. ફિલ્મમાં મોટાભાગે હું સાડીમાં જ દેખાઉ છું અને તેને પહેરવામાં નિપુણ થઈ ગઈ છું. સંવાર લૂં... ગીતમાં મેં નવ વાર સાડી બદલી છે અને જે રીતે ગીત તૈયાર થયું છે તે જોતાં લાગે છે કે મહેનત બેકાર નથી ગઈ.
<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/7XYNqG1h0vc" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
