Suhani Bhatnagar Dies: દંગલમાં નાની બબીતા ફોગાટ બનેલી સુહાની ભટનાગરનુ 19 વર્ષની વયે નિધન
Suhani Bhatnagar Dies: દંગલ ફિલ્મમાં આમિર ખાનની નાની દીકરી જુનિયર બબીતા ફોગટનો રોલ કરનાર સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાની માત્ર 19 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા તેનો અકસ્માત થયો હતો, જેના કારણે તે દવાઓ લઈ રહી હતી.
મળતી માહિતી મુજબ તે જે દવાઓ લઈ રહી હતી તેની આડઅસર હતી. સુહાની લાંબા સમયથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી. સુહાની ભટનાગરના અંતિમ સંસ્કાર ફરીદાબાદના સેક્ટર 15માં અજરોંદા સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.

માહિતી મુજબ સુહાની ભટનાગરના પગમાં થોડા સમય પહેલા ફ્રેક્ચર થયુ હતુ. જેની સારવારમાં જે દવાઓ તેણે લીધી હતી. તેની સાઈડ ઈફેક્ટના કારણે સુહાનીના આખા શરીરમાં પાણી ભરાઈ ગયુ હતુ. છેલ્લા ઘણા દિવસોથી તેની સારવાર દિલ્લીની એઈમ્સમાં ચાલી રહી હતી.
સુહાનીનુ નિધન શુક્રવારે સાંજે થઈ ગયુ. સુહાનીના નિધન બાદ આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેકને આઘાત લાગ્યો છે. સુહાની આટલી નાની ઉંમરમાં આ દુનિયા કેવી રીતે છોડી ગઈ તે વાત પર વિશ્વાસ કરવો કોઈ માટે મુશ્કેલ છે.
તમને જણાવી દઈએ કે સુહાની વર્ષ 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલમાં નાની બબીતા ફોગાટના રોલથી ફેમસ થઈ હતી. તે ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કરી ચૂકી છે. દંગલ કર્યા બાદ સુહાની ભટનાગરે કામમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે ફરીથી સિનેમામાં પાછી આવવા માંગતી હતી.
હવે તેના મૃત્યુ પછી અભિનેત્રીની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેણે કેટલીક તસવીરો શેર કરી છે. કેપ્શનમાં તેણે ફક્ત 'નવેમ્બર' લખ્યું છે. આટલું જ નહીં, આ પછી સુહાનીએ પ્રશ્નાર્થ ચિન્હ પણ લગાવી દીધા છે. જાણે તે ઈશારામાં કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહી હોય.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
