Shocking: આવું કામ કરતાં ઝડપાઇ બોલિવૂડ ડાયરેક્ટરની પુત્રી
મુંબઇમાં પકડાયેલ એક દેહ વેપારના સ્કેન્ડલમાં બોલિવૂડ ડાયરેક્ટરની પુત્રીનું નામ બહાર આવ્યું છે.
હાલમાં જ મુંબઇ પોલીસ દ્વારા નવી મુંબઇમાં ચાલતા દેહ વેપારનો ભાંડો ફોડવામાં આવ્યો છે. પોલીસ અનુસાર, વાશી રેલવે સ્ટેશન પાસેની એક બિલ્ડિંગના ફ્લેટમાં આ ધંધો ચલાવવામાં આવતો હતો. પોલીસે ફ્લેટમાં છાપો મારી આમાં સંડોવાયેલ લોકોની ધરપકડ કરી છે. આ મામલે ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ યુવતીઓને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી છે.

રેસ્ક્યૂ થયેલ યુવતીમાં એક ડાયરેક્ટરની પુત્રી
પોલીસે જે યુવતીઓને અહીંથી ઉગારી હતી, તેમની ઉંમર 16 વર્ષ, 19 વર્ષ અને 25 વર્ષ છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ પૈકી 19 વર્ષીય યુવતી એક મહિલા બોલિવૂડ ડાયરેક્ટરની પુત્રી હોવાની વાત બહાર આવી છે. આ યુવતીઓને જબરજસ્તી આ ધંધામાં ધકેલવામાં આવી હતી. આ સિવાય 16 વર્ષની યુવતીના જણાવ્યા અનુસાર તેના માતા-પિતાએ જ તેને આ ધંધામાં ધકેલી હતી.
આ પહેલી વાર નથી જ્યારે દેહ વેપાર જેવા કામ સાથે બોલિવૂડનું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ જોડાયું હોય. આ પહેલા પણ આવા અનેક કિસ્સા બહાર આવી ચૂક્યા છે.

શ્વેતા પ્રસાદ બાસુ
'કહાની ઘર ઘર કી'ના શ્રૃતિના પાત્રથી ફેમસ થયેલ આ ચાલ્ડ આર્ટિસ્ટ બંગાળી, તેલુગૂ અને તમિલ સિનેમામાં કામ કરી ચૂકી છે. વર્ષ 2014માં હૈદ્રાબાદના બંજારા હિલ્સના એક સ્કેન્ડલમાં તેનું નામ બહાર આવતા લોકો ચોંકી ગયા હતા. ત્યાર બાદ શ્વેતાને 2 મહિના રેસ્ક્યૂ હોમમાં રહેવું પડ્યું હતું, બાદમાં હૈદ્રાબાદ સેશન કોર્ટ દ્વારા તેને આ કેસમાં ક્લીન ચિટ આપવામાં આવી હતી. હાલ તે 'ચંદ્ર નંદિની' શોમાં નંદિનીનના મુખ્ય પાત્રમાં જોવા મળે છે.

સુકન્યા
તમિલ, તેલુગૂ અને મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી તથા ભરતનાટ્યમ ડાન્સર સુકન્યા પર પણ આ આરોપ લાગી ચૂક્યો છે. ચેન્નાઇની એક હોટલમાંથી સુકન્યાની આ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

સાયરા બાનુ
સાઉથની એક્ટ્રેસ સાયરા બાનોએ લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યું છે. હૈદ્રાબાદમાં 23 ઓગસ્ટ, 2010ના રોજ સૌથી મોટા રેકેટનો ખુલાસો થયો હતો, જેમાં 9 લોકોને પકડવામાં આવ્યા હતા. એ 9 લોકોમાં સાયરાનું નામ પણ હતું.

યમુના
વર્ષ 2011માં સાઉથ ઇન્ડિયન અભિનેત્રી યમુનાની પણ આ આરોપ હેઠળ એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 90ના દાયકામાં તે અનેક તેલુગૂ ફિલ્મમાં દેખાઇ ચૂકી છે. તેણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

કિન્નરા
વધુ એક દક્ષિણ ભારતીય અભિનેત્રી પર પણ સેક્સ બ્રોકર હોવાનો આરોપ લાગી ચૂક્યો છે. એક ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલ સ્ટિંગમાં આ વાતનો ખુલાસો થયો હતો. તેની પર એવો પણ આરોપ હતો કે, તે ફિલ્મોમાં રોલ મેળવવા માટે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરને ખુશ કરવા આ કામ કરતી હતી.

મિસ્ટી મુખર્જી
મુંબઇમાં પોલીસે વર્ષ 2014માં આઇએએસ અધિકારી ઓ.પી.ગુપ્તાના ઘરે છાપો માર્યો હતો, જેમાં એક હાઇ પ્રોફાઇલ રેકેટનો ખુલાસો થયો હતો. આમાં બોલિવૂડની અભિનેત્રી મિસ્ટી મુખર્જીની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી એડલ્ટ ફિલ્મોની અનેક સીડી પણ કબજે કરી હતી.

તમિલ અભિનેત્રી ભુવનેશ્વરી
તમિલ અભિનેત્રી ભુવનેશ્વરીનું નામ પણ આ લિસ્ટમાં છે. અનેક ફિલ્મો અને સિરિયલોમાં કામ કરી નામ કમાનાર ભુવનેશ્વરીની આ આરોપ હેઠળ તેની બે વાર ધરપકડ થઇ ચૂકી છે. વર્ષ 2009માં ભુવનેશ્વરી અને અન્ય બે યુવતીઓને પોલીસે રંગે હાથ પકડી હતી.












Click it and Unblock the Notifications
