પુત્ર વરુણની એક્ટિંગથી ખુશખુશાલ ડેવિડ ધવન
મુંબઈ, 28 માર્ચ : પુત્ર વરુણની એક્ટિંગ જોઈ પિતા ડેવિડ ધવન ખુશખુશાલ છે. તાજેતરમાં જ કરણ જૌહરની સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર વરુણ ધવન અંગે પિતા ડેવિડ ધવને જણાવ્યું કે તેમને ખુશી છે કે તેમના પુત્ર વરુણે ફિલ્મોમાં એન્ટ્રી કરી છે અને તેમના અભિનયના વખાણ પણ થઈ રહ્યાં છે. બૉલીવુડમાં પોતાની કૉમેડી ફિલ્મોને લઈને ઘણાં ફેમસ રહેલા ડેવિડ ધવન કાયમ એવું ઇચ્છતા હતાં કે તેમનો પુત્ર પણ ફિલ્મોમાં આવે.

ડેવિડ ધવને જણાવ્યું - વરુણના ફિલ્મી દુનિયામાં પ્રવેશ દ્વારા હવે મારા ફિલ્મી દુનિયાને અપાયેલ ફાળાની ચુકવણીનો સમય આવી ગયો છે. ફિલ્મી દુનિયા માટે મારા દ્વારા કરાયેલ મહેનત બાદ હું ખુશ છું કે ફિલ્મી દુનિયાએ મારા પુત્રનો સ્વીકાર કર્યો છે. હજી તો શરુઆત છે, પરંતુ જે પ્રકારે તેનું સ્વાગત કરાયું છે, એવું પહેલા ક્યારય નહોતું થયું. મને વરુણ ઉપર ખૂબ ગૌરવ છે.
નોંધનીય છે કે સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં પોતાની એક્ટિંગ માટે લોકોના ખૂબ વખાણ પામનાર વરુણ ધવન હાલ 1981ની રીમેક ચશ્મે બદ્દૂર ફિલ્માં આવી રહ્યાં છે. તેઓ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વરુણનું કહેવું છે કે આ ફિલ્મમાં અમે મૂળ ફિલ્મના આત્માને સ્પર્શી પણ નથી શક્યાં. ચશ્મે બદ્દૂર ફિલ્મમાં અલી ઝફર, તાપસી પન્નૂ, સિદ્ધાર્થ અને દિવ્યેન્દુ શર્મા મુખ્ય ભૂમિકાઓમાં છે. ઋષિ કપૂરે પણ ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકા ભજવી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
