એક નહીં, ત્રણ-ત્રણ ડેવિડ હશે ડેવિડ ફિલ્મમાં

મુંબઈ, 16 જાન્યુઆરી : વિજય નામ્બિયારના દિગ્દર્શક હેઠળ બની રહેલ ડેવિડ ફિલ્મમાં વિક્રમ વીરમાણી, નીલ નિતિન મુકેશ અને વિનય વીરમાણી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમની સાથે લારા દત્તા, તબ્બુ અને એશા શરવાણી પણ નજરે પડશે. આ ફિલ્મ બે ભાષાઓ હિન્દી તેમજ તામિળમાં બની રહી છે. બંને ભાષાઓમાં શીર્ષક એક જ છે, પરંતુ અભિનેતા જુદાં-જુદાં છે.

Neil Nitin Mukesh

મળતી માહિતી પ્રમાણે ડેવિડ ફિલ્મ આવતા મહીને રિલીઝ થશે. આજકાલ આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. ડેવિડ ફિલ્મની વાર્તા ત્રણ છોકરાઓના જીવનની આજુબાજુ ફરે છે કે જેમના નામો ડેવિડ છે. ત્રણે પોતાના જીવનમાં એક એવું પગલું ભરવા જઈ રહ્યાં છે કે જે તેમનં જીવન બદલી નાંખશે. આ પગલું ભરતા અગાઉ ત્રણે ડેવિડોના જીવનમાં ઘણી ઉથલપાથલ મચે છે, પરંતુ આમ છતાં કઈ રીતે ત્રણે પોતાના જીવનના આ મહત્વના નિર્ણયો ઉપર અફર રહે છે અને જીવન બદલી નાંખનાર પગલું ભરે છે. આ જ છે આખી ફિલ્મની વાર્તાનો આધાર.

તાજેતરમાં જ ડેવિડ ફિલ્મની હિન્દી આવૃત્તિનું મ્યુઝિક મુંબઈના હાર્ડ રૉક કૅફેમાં લૉન્ચ કરાયું અને આ પ્રસંગે નીલ, વિક્રમ તથા વિનય સાથે ઈશા તેમજ લારા પણ હાજર હતાં. ફિલ્મના દિગ્દર્શક વિજય નામ્બિયારે ડિસેમ્બર 2011માં જ જાહેરાત કરી હતી કે તેઓ એક ડેવિડ નામની ફિલ્મ બનાવશે. તે જ વખતે તેમણે વિક્રમને આ ફિલ્મ માટે સાઇન પણ કરી લીધા હતાં. અગાઉ નીલ નિતિન મુકેશના સ્થાને વિવેક ઓબેરૉયનું નામ લેવાતુ હતું, પરંતુ બાદમાં વિવેકે ફિલ્મ છોડી દેતાં નીલનો સમાવેશ કરાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X