Success Party : દીપિકાએ અર્જુનને Kiss કરી, તો રણવીરે દીપિકાને Hug કર્યું....
મુંબઈ, 16 સપ્ટેમ્બર : દીપિકા પાદુકોણે, અર્જુન કપૂર, રણવીર સિંહ, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ અને ડિમ્પલ કાપડિયા અભિનીત ફાઇંડિંગ ફૅનીએ બૉક્સ ઑફિસે સારી શરુઆત કરી છે અને ક્રિટિક્સનો પણ સારો પ્રતિસાદ મેળવ્યો છે.
ફાઇંડિંગ ફૅનીની પ્રાથમિક સફળતાથી ખુશ દિગ્દર્શક હોમી અડજાણિયાએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં ફિલ્મના કલાકારો ખૂબ જ મસ્તીના મૂડમાં જણાતા હતાં. પાર્ટી દરમિયાન દીપિકાએ ફિલ્મના કો-સ્ટાર અર્જુન કપૂરને કિસ કરી નાંખી, ત્યારે દીપિકાના કથિત બૉયફ્રેન્ડ રણવીર સિંહની ઈર્ષ્યા સાથે લાર પણ ટપકી પડી. પછી દીપિકા-રણવીરે કૅમેરા સામે પોઝ આપ્યાં, ત્યારે રણવીરે દીપિકાને ગળે લગાડી લીધી.
ચાલો આપને બતાવીએ ફાઇંડિંગ ફૅનીની સક્સેસ પાર્ટીની મસ્તીભરી તસવીરો :

અર્જુનને કિસ
ફાઇંડિંગ ફૅનીની સક્સેસ પાર્ટીમાં દીપિકાએ અર્જુનને કિસ કરી નાંખી.

રણવીરનું હગ
રણવીર સિંહ આ પાર્ટીમાં મસ્તીના મૂડમાં હતાં અને તેઓ દીપિકાને હગ કરતા પોતાની જાતને રોકી ન શક્યાં.

પાઉટિંગ
અર્જુનને ભેંટતા દીપિકાએ અને દિનેશ વિજનને ભેંટતા રણવીરે પાઉટિંગ કર્યુ હતું.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે હૅપ્પી ન્યુ ઈયરના મ્યુઝિક લૉન્ચિંગનું ઇવેંટ પતાવી સીધા જ પાર્ટીમાં પહોંચ્યા હતાં.

રણવીર સિંહ
રણવીર સિંહ ફાઇંડિંગ ફૅનીના પોસ્ટરમાં દીપિકાની તસવીર જોઈ કદાચ વિચારતા હશે કે આ મારી ક્યારે થશે.

અર્જુન કપૂર
સક્સેસ પાર્ટીમાં પોઝ આપતાં અર્જુન.

ઇલિયાના
ફાઇંડિંગ ફૅની ટીમ સાથે નિકટતા ધરાવતા ઇલિયાના પણ પહોંચ્યા હતાં સક્સેસ પાર્ટીમાં.

હોમી અડજાણિયા
ફાઇંડિંગ ફૅનીના દિગ્દર્શક હોમી અડજાણિયાએ આ પાર્ટીનું આયોજન કર્યુ હતું.

દિગ્ગજો
નિર્માતા દિનેશ વિજન સાથે દિગ્ગજ કલાકારો નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર અને સુપ્રિયા પાઠક.

લવલી કપલ
લવ-બર્ડ્સ દીપિકા-રણવીરે કૅમેરા સામે સાથે પોઝ આપ્યો હતો.

લવર્સ વચ્ચે દીપિકા
દીપિકા પાદુકોણે બે લવર્સ વચ્ચે. એક ઑન-સ્ક્રીન લવર્સ, તો બીજો ઑફ-સ્ક્રીન લવર્સ.

હૃતિક રોશન
ફાઇંડિંગ ફૅનીની સક્સેસ પાર્ટીમાં હૃતિક રોશને પણ હાજરી આપી હતી.

વિશેષ-મુકેશ
સક્સેસ પાર્ટીમાં વિશેષ ભટ્ટ અને મુકેશ ભટ્ટ.

અનીતા શ્રૉફ અડજાણિયા
સક્સેસ પાર્ટીમાં અનીતા શ્રૉફ અડજાણિયા.












Click it and Unblock the Notifications
