‘શાહરુખે નથી રોક્યાં વાયજેએચડીનું પ્રમોશન કરતાં’
મુંબઈ, 21 મે : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણેએ એ બાબતના સમાચારનું ખંડન કર્યું છે કે શાહરુખ ખાને તેમને યે જવાની હૈ દીવાની ફિલ્મના પ્રમોશનમાં જતાં રોકી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે શાહરુખ ખાન ક્યારેય આ પ્રકારનું વર્તન ન કરી શકે.

દીપિકાએ જણાવ્યું - આ અટકળો એકદમ પોકળ છે. શાહરુખ એવા અભિનેતા છે કે જેઓ પ્રોત્સાહન આપે છે. તેમને મારી ઉપર અને મારી ઉપલબ્ધિઓ ઉપર ગૌરવ છે અને તેઓ આવું કામ ન કરી શકે. વાયજેએચડી ફિલ્મના નિર્માતાઓએ દેશ-વિદેશમાં ફિલ્મના પ્રમોશન માટે આયોજન ઘડ્યું છે, પરંતુ કહે છે કે શાહરુખ ખાને દીપિકાને પહેલા ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ પૂર્ણ કરવાનું કહ્યું છે.
યે જવાની હૈ દીવાની ફિલ્મમાં દીપિકા પાદુકોણે સાથે રણબીર કપૂર છે કે જેઓ ફિલ્મના પ્રમોશન માટે લંડન તથા દુબઈ સુધીનો પ્રવાસ કરી ચુક્યાં છે. આ બંને સ્થળોએ દીપિકાની ગેરહાજરી સુચક ગણાય છે.
જોકે દીપિકા પાદુકોણે પીપલ મૅગેઝીનના લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાનના વખાણ કર્યાં. દીપિકાએ શાહરુખ ખાન સાથે 2007માં ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં કામ કર્યુ હતું અને હવે છ વરસ પછી બંને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થવાની છે. દીપિકાએ જણાવ્યું - શાહરુખ મારા મિત્ર છે. તેઓ એવી વ્યક્તિ છે કે જેમની ઉપર હું ભરોસો કરી શકું અને ક્યારેય તેમની સાથે વાત કરી શકું.












Click it and Unblock the Notifications
