આગામી ફિલ્મ ‘પઠાણ’ની તૈયારી કરી રહી છે દીપિકા, લઈ રહી છે હાર્ડ ટ્રેનિંગ
દીપિકા પાદુકોણ તેની બહુચર્ચિત ફિલ્મ પઠાણ સાથે શૂટિંગમાં પાછી ફરી છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળશે. ફિલ્મમાં, દીપિકા પ્રથમ વખત પડદા પર હાઇ ઓક્ટેન એક્શન કરતી જોવા મળશે.
દીપિકા પાદુકોણ તેની બહુચર્ચિત ફિલ્મ પઠાણ સાથે શૂટિંગમાં પાછી ફરી છે, જેમાં તે શાહરૂખ ખાન સાથે જોવા મળશે. ફિલ્મમાં, દીપિકા પ્રથમ વખત પડદા પર હાઇ ઓક્ટેન એક્શન કરતી જોવા મળશે, જેના માટે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહી છે. હંમેશની જેમ તેનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે પ્રતિબદ્ધ છે. આ અંગે વધુ પ્રકાશ પાડતા ફિલ્મના નજીકના એક સ્ત્રોતે જણાવ્યુ કે, "ઘણી ફિલ્મોના શૂટિંગ છતાં દીપિકા પઠાણ માટેની તાલીમ લેવાનું ચૂકતી નથી.

વર્કઆઉટમાં ફંક્શનલ તાલીમ અને યોગનું મિશ્રણ શામેલ છે. તેના માટે દીપિકા રોજ 1.5 કલાકનો સમય આપે છે. તે અઠવાડિયાના 6 દિવસ વર્કઆઉટ કરે છે અને ફક્ત અને એક દિવસનો વિરામ રાખે છે. આ ઉપરાંત સલાહ મુજબ ડાયટ પ્લાન ફોલો કરી રહી છે. તાજેતરમાં જ દીપિકાને કોવિડ થયો હતો, નિદાન બાદ હવે તે ફરીથી ફિલ્મ શેડ્યૂલ પર પરત ફરી છે.
આ વિશે વાત કરતા સુત્ર જણાવે છે કે, "કોવિડ -19 સામે લડ્યા પછી સેટ પર પાછા આવવા દીપિકાને માનસિક અને શારીરિક શક્તિની જરૂર હતી. તે હજુ પણ પોતાની ફિટનેસને ટ્રેક લાવવા મહેનત કરી રહી છે અને તે માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે." લોકડાઉન હળવું થતા દીપિકા એક સાથે બે ફિલ્મોમાં વ્યસ્ત છે. તેને પઠાણનું શેડ્યૂલ પહેલેથી જ પૂર્ણ કરી લીધું છે અને શકુન બત્રાની આગામી ફિલ્મનું એક શેડ્યુૂલનું શૂટિંગ પણ કરી ચુકી છે.












Click it and Unblock the Notifications
