દીપિકા કક્કડ બીજી વાર બનવાની છે મા? પોઝ આપતી વખતે છૂપાવ્યુ બેબી બંપ, Video વાયરલ
Dipika Kakar Second Pregnancy: દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. આ કપલે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ પછી, દંપત્તિએ 21 જૂન, 2023ના રોજ તેમના પ્રિય પુત્રનું સ્વાગત કર્યું. અભિનેત્રી દરરોજ પોતાના પુત્રની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં શોએબ ઈબ્રાહિમ રિયાલિટી શો ઝલક દિખલા જા 11નો ભાગ છે. હવે આ શો ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં જ શોના સ્પર્ધકોમાંથી એક આ ટ્રોફી જીતશે. આ દરમિયાન દીપિકા કક્કર તેના પુત્ર સાથે તેના પતિ શોએબને મળવા શોના સેટ પર પહોંચી હતી.

અભિનેત્રીની તસવીર જોઈને ચાહકોએ અનુમાન લગાવ્યું કે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે.હા લમાં જ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કપલ 'ઝલક દિખલા જા 11'ના સેટની બહાર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
વીડિયોમાં શોએબ તેના પુત્રને તેડી રહ્યો છે જ્યારે દીપિકા તેને પ્રેમથી ગળે લગાવતી જોવા મળી રહી છે. લાલ અનારકલી સૂટમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પોઝ આપતા સમયે દીપિકા પોતાના દુપટ્ટાથી પેટ ઢાંકતી જોવા મળી રહી છે.
આવી સ્થિતિમાં, નેટીઝન્સ તેની બીજી પ્રેગ્નેન્સી વિશે અનુમાન લગાવવા લાગ્યા છે. ચાહકોનું કહેવું છે કે અભિનેત્રી બીજી વખત માતા બનવા જઈ રહી છે, આથી તે દુપટ્ટાની મદદથી પોતાના બેબી બમ્પને છુપાવી રહી છે. જ્યારે કેટલાકે એક્ટ્રેસને વધુ વજન હોવાને કારણે ટ્રોલ પણ કરી છે.
દીપિકાના આ વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'શું તે ફરીથી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે?' એકે લખ્યું, 'મને લાગે છે કે દીપિકા ફરી મા બનવા જઈ રહી છે.' જ્યારે એક યુઝરે લખ્યું કે, 'તેની કરિયર હવે પૂરી થઈ ગઈ છે.' એક યુઝરે લખ્યું, 'ઓહ માય ગોડ, તે પ્રેગ્નેન્ટ લાગે છે.' આ રીતે કોમેન્ટ કરીને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો કે, આ અંગે દંપત્તિ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.












Click it and Unblock the Notifications
