Deepika Padukone Affairs : રણવીર સિંહ પહેલા ઘણા લોકોને ડેટ કરી ચુકી છે દીપિકા પાદુકોણ, જુઓ લિસ્ટમાં કોના કોના
Deepika Padukone Affairs : અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર તેમના લગ્નની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે.
બન્નેએ 2018 માં લગ્ન કર્યા હતા અને હવે આ કપલ એક દિકરીના માતા-પિતા છે. જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ રણવીર સિંહ પહેલા ઘણા સ્ટાર્સને ડેટ કરી ચુકી છે.

જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને ત્યારથી તેનું નામ ઘણા લોકો સાથે જોડાયું છે. કહેવાય છે કે નિહાર પંડ્યા દીપિકાનો પહેલો બોયફ્રેન્ડ હતો જેને દીપિકા તેના મોડલિંગના દિવસોમાં મળી હતી. આ પછી ઘણા નામ તેની સાથે જોડાયા.
નિહાર પંડ્યા
નિહાર પંડ્યા અને દીપિકા પાદુકોણની પહેલી મુલાકાત 2005માં મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. આ સમયે બંને મોડલિંગ કરતા હતા અને બંને વચ્ચે સારી મિત્રતા હતી. આ પછી તે પ્રેમમાં બદલાઈ ગઈ. બંને 3 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં. બોલિવૂડમાં સફળ થયા બાદ દીપિકાએ નિહાર પંડ્યા સાથે બ્રેકઅપ કરી લીધું.
ઉપેન પટેલ
દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલ મોડલિંગના દિવસોથી એકબીજાને ઓળખતા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલે ક્યારેય આ સંબંધો વિશે વાત કરી નથી. બંનેનું ટૂંક સમયમાં જ બ્રેકઅપ થઈ ગયું.
મુઝમ્મિલ ઈબ્રાહીમ
દીપિકા પાદુકોણ મોડલિંગ દરમિયાન મુઝમ્મિલ ઈબ્રાહિમને પણ થોડો સમય માટે ડેટ કર્યો હતો. દીપિકા પાદુકોણના મુઝમ્મિલ ઈબ્રાહિમ સાથેના સંબંધો લાંબો સમય ટકી શક્યા નહીં. દીપિકા પાદુકોણ ઈચ્છતી હતી કે મુઝમ્મિલ ઈબ્રાહિમ એક્ટર બનીને લોકપ્રિયતા મેળવે પરંતુ તેની કારકિર્દી સારી ચાલી નહી. આ સ્થિતિમાં બંનેએ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ ટી-20 વર્લ્ડ કપ બાદ પ્રથમ વખત મળ્યા હતા અને ઘણીવાર ડેટ પર જતા હતા. એકવાર દીપિકા પાદુકોણે યુવરાજ સિંહ માટે એક મોટી પાર્ટીનું આ0યોજન પણ કર્યું હતું. તે ઘણીવાર યુવરાજ સિંહની મેચ જોવા પણ જતી હતી. એવું કહેવાય છે કે દીપિકા પાદુકોણે સ્વભાવના કારણે યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો.
સિદ્ધાર્થ માલ્યા
અભિનેત્રી દીપિકા પાદુકોણ અને વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. આ અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. જો કે આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાર્થ માલ્યાનું વર્તન ખરાબ થઈ રહ્યું હતું. સિદ્ધાર્થની ઘણી હરકતોથી દીપિકાને પરેશાની થવા લાગી હતી. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણે પોતે સિદ્ધાર્થને છોડવાનો નિર્ણય લીધો.
રણબીર કપૂર
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ બોલિવૂડની ફેમસ જોડી હતી. દીપિકા પાદુકોણ રણબીર કપૂરના પ્રેમમાં પાગલ હતી. દીપિકાએ પ્રેમથી પોતાના શરીર પર રણબીર કપૂરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જો કે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને કેટરિના કૈફના કારણે દિલ ફેક લવર રણબીર કપૂરે દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપ કર્યું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ આ બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.












Click it and Unblock the Notifications
