મુંબઈ, 31 ડિસેમ્બર : વર્ષ 2013ની બેસ્ટ ફિલ્મ અભિનેત્રીનું ફિલ્મફૅર ઍવૉર્ડ કોને મળશે, એ વિશે હજી રહસ્ય છે, પણ લોકોની નજરો અને બૉક્સ ઑફિસ રિપોર્ટમાં દીપિકા પાદુકોણે વર્ષ 2013ના બેસ્ટ અભિનેત્રી છે અને આ સફળતાથી ઉત્સાહિત દીપિકાએ અત્યાર જ મિશન 2014ની તૈયારી કરી લીધી છે. તેનો તાજો દાખલો છે કે દીપિકા પાદુકોણે આગામી 5મી જાન્યુઆરીએ પોતાના 28મા જન્મ દિવસે પોતાની બે મેગા બજેટ ધરાવતી ફિલ્મોની જાહેરાત કરનાર છે. જોકે દીપિકા પાસે હાલમાં હૅપ્પી ન્યુ ઈયર, ફાઇંડિંગ ફૅની તથા ઇમ્તિયાઝ અલીની એક ફિલ્મ છે.
નોંધનીય છે કે આ પ્રતિભાશાળી અભિનેત્રી માટે વર્ષ 2013 સફળ સાબિત થયુ. આ વર્ષે તેમની રેસ 2, યે જવાની હૈ દીવાની, ચેન્નઈ એક્સપ્રેસ અને રામલીલા ફિલ્મો રિલીઝ થઈ. સૌએ 100 કરોડ ક્લબમાં સ્થાન મેળવ્યું. આ ફિલ્મોમાં તેમની જીદી-જુદી ભૂમિકાઓના વખાણ થયાં.
આમ છતાં દીપિકા પાદુકોણેને પોતાની આ શહોરત ઉપર જરાય અહમ્ નથી. તેમનું માનવું છે કે જો આપ પોતાના કામમાં પોતાનું બેસ્ટ આપો છો, તો ચોક્કસ તેના પરિણામો બેસ્ટ જ મળે છે. ભાગ્ય અને ભગવાન ઉપર ભરોસો ધરાવતા દીપિકા પાદુકોણે આજકાલ પોતાની સક્સેસ ભુલાવીને પોતાની ફિલ્મો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે કે જેથી તેમની આવનાર ફિલ્મો પણ અગાઉની જેમ સફળ રહે.