Watch Nagada Song : અસહ્ય દુઃખાવા વચ્ચે પણ ગરબો રમતા રહ્યાં દીપિકા
મુંબઈ, 3 ઑક્ટોબર : રામલીલા ફિલ્મ સમ્પૂર્ણપણે ભાનુશાળીની છે. આ બાબતને દરેક તે વ્યક્તિ ટેકો આપે છે કે જે ભાનુશાળીની કાર્યકુશળતાને સમજે છે અને તેનું સન્માન કરે છે. મોટા-મોટા સેટ્સ તથા દરેક દૃશ્યમાં મૌલિકતા અને ગંભીરતા જ ભાનુશાળીની સફળતા છે કે જે તેમની આવનાર ફિલ્મ રામલીલામાં પણ જોવામાં આવી રહી છે. ફિલ્મનું બીજા ગીત નગાડા... માં દીપિકાએ તો પોતાનો જાન લગાવી દીધો છે. આ ગીતમાં બહેતરીન ગરબા ડાન્સર તરીકે દેખાતાં દીપિકા પાદુકોણે ખૂબ જ હસીન લાગી રહ્યાં છે.

જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે રામલીલા ફિલ્મના આ ગીતના શૂટિંગ વખતે દીપિકા પાદુકોણે બહુ બીમારહતાં. તેમની પીઠ તેમજ કંમરમાં અસહ્ય દર્દ હતું કે જેથી તેમને ડાન્સ કરતાં મુશ્કેલી આવતી હતી, પણ કહે છે ને કે કલાકાર કળાની પૂજા કરતો હોય છે અને તેનું સન્માન કરે છે. તેથી દીપિકાએ ઉફ્ કર્યા વગર દુઃખાવો ઓછો કરનારી મશીન લગાવી આખો ડાન્સ શૂટ કર્યો, કારણ કે તેમને ખબર હતી કે નાનકડી ચૂક પણ થશે, તો ભાનુશાળી રીટેક કરવાનું કહેશે, કારણ કે સંજય લીલા ભાનુશાળી કોઈ બાંધછોડ નથી કરતાં. એટલે જ તો ગીતમાં દીપિકાની મહેનત દેખાઈ આવે છે. ગીત લોકોને આકર્ષી પણ રહ્યું છે.
નોંધનીય છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે અભિનીત રામલીલા ફિલ્મ કચ્છ જિલ્લાના નખત્રાણા ગામની વાર્તા છે. તેમાં બે કટ્ટર દુશ્મન પરિવારો વચ્ચે બે યુવાન દિલોની મહોબ્બતની કથા છે. બંનેની મહોબ્બતે તાળીઓનો ગડગડાટ નહીં, પણ ગોળીઓનો અવાજનો સામનો કરવો પડે છે. રામલીલા ફિલ્મ આગામી 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.
લ્યો માણો રામલીલા ફિલ્મનું નગાડા... ગીત :
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/cLIQzxgFeNE" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
