ફિલ્મો પહેલા આ જાહેરાતથી ફેમસ થઈ હતી દીપિકા પાદુકોણ, જાણો એડથી કેવી રીતે બની લોકપ્રિય અભિનેત્રી
દીપિકા પાદુકોણ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. તે બૉલિવુડમાં આવતા પહેલા ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી.
Deepika Padukone Birthday: દીપિકા પાદુકોણ આજે 5 જાન્યુઆરીએ પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. તેણે ફરાહ ખાનની ઓમ શાંતિ ઓમથી વર્ષ 2007માં પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. જો કે, બૉલિવુડમાં આવતા પહેલા તેણે ઘણી બધી જાહેરાતો કરી હતી. જેના કારણે તે ઘણી ફેમસ થઈ ગઈ હતી.

દીપિકા પાદુકોણે ફિલ્મો પહેલા કરી ટીવી એડ
દીપિકા પાદુકોણ પહેલીવાર ટૂથપેસ્ટની જાહેરાતમાં જોવા મળી હતી. આ ટીવી એડથી તેને એક નવી ઓળખ મળી. 2004ની આ જાહેરાતમાં, અભિનેત્રી ટૂથપેસ્ટના એનિમેટેડ ક્લોઝ-અપ સાથે બાથરૂમમાં ડાન્સ કરતી જોવા મળી હતી. આ એડમાં દીપિકા પાદુકોણના ડિમ્પલે ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.
ટૂથપેસ્ટની એડથી લિમ્કાની એડ સુધી
પછીના કેટલાક વર્ષોમાં, દીપિકા પાદુકોણે લિમ્કા જેવી બ્રાન્ડ્સ માટે તેની ટીવી જાહેરાતો તેમજ દેશના કેટલાક મોટા ડિઝાઈનરો માટે ફેશન શોમાં રેમ્પ વૉક કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું. લિમ્કાની આ એડમાં દીપિકા વરસાદમાં ડાન્સ કરતી અને રસ્તા પરના કીચડવાળા પાણીમાંથી કૂદતી જોવા મળી હતી.
આ એડ પછી આવી મૉડલિંગમાં
અન્ય એક જૂની જાહેરાતમાં દીપિકા ચેન્નાઈ સ્થિત કપડાની દુકાન નૈહાને પ્રમોટ કરતી જોવા મળે છે. તે જાહેરાતમાં સંભવિત દુલ્હાને મળે છે, જે તેનાખી પ્રભાવિત થઈ જાય છે. આ એડ પછી તે ઘણી ફેમસ થઈ ગઈ હતી. જોકે, બાદમાં તેણે મોડલિંગ અને એક્ટિંગમાં કરિયર બનાવવાનુ નક્કી કર્યુ.

2007માં મળ્યો બ્રેક
દીપિકા પાદુકોણ વર્ષો સુધી મોડલિંગ કર્યા બાદ ફેમસ એક્ટ્રેસ બની હતી. દીપિકા વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં જોવા મળી હતી. હવે તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયાને 15 વર્ષ થઈ ગયા છે. તેણે 'બાજીરાવ મસ્તાની', 'પદ્માવત' અને 'પીકુ' જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યુ હતુ.

દીપિકા પાદુકોણનુ વર્કફ્રંટ
દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો આગામી દિવસોમાં તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ અને દીપિકાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી લાંબા સમય પછી જોવા મળશે. આ સિવાય તે રિતિક રોશન સાથે 'ફાઇટર'માં પણ જોવા મળશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
