દીપિકા પાદુકોણ ભારતની સૌથી ભરોસાપાત્ર મહિલા સેલિબ્રિટી બની

દીપિકા પાદુકોણ ભારતની સૌથી ભરોસાપાત્ર મહિલા સેલિબ્રિટી બની

પોતાના ઉલ્લેખનીય કામ થકી મશહૂર હસ્તિઓ પોતાના કામની સાથે હંમેશા દર્શકોનું દિલ જીતતા આવ્યા છે. હાલમાં જ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં તેમના બ્રાન્ડ એમ્ડોર્સમેન્ટના માધ્યમથી તેમની સામૂીહિક અપીલ અને ભરોસાના આધારે સેલિબ્રિટી રેન્કિંગ આપવામાં આવી. અને આ યાદીમાં દીપિકા પાદુકોણને 82.8 પોઈન્ટ સાથે વિશ્વની સૌથી વિશ્વસનીય મહિલા સેલિબ્રિટીનું સ્થાન આપવામાં આવ્યું છે.

deepika padukone

IIHB દ્વારા જાહેર કરવામાં આવેલ TIARA રિસર્ચ રિપોર્ટ મુજબ દીપિકાને ભારતની સૌથી સુંદર અને ભારતની સૌથી ગ્લેમરસના રૂપમાં પણ વોટ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ હ્યૂમન બ્રાન્ડના રૂપમાં સેલિબ્રિટીઝ આઈડિયા તરીકે પણ કામ કરે છે. આ યાદીમાં જગ્યા બનાવનાર અન્ય હસ્તિઓમાં અમિતાભ બચ્ચન સૌથી વિશ્વસનીય સેલિબ્રિટી, અક્ષય કુમાર સૌથી વિશ્વસનીય પુરુષ સેલિબ્રિટીના રૂપમાં સામેલ છે. રમત ગમતના ક્ષેત્રમાં ધોની, મિતાલી રાજ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌથી ભરોસેમંદ સેલિબ્રિટી યુગલ છે.

તમામ ક્ષેત્રની મશહૂર હસ્તીઓને ધ્યાનમાં રાખી આ રિપોર્ટ બનાવવામા આવે છે, પરંતુ મોટાભાગની કેટેગરીમાં બૉલીવુડ સેલેબ્સની જ બોલબાલા જોવા મળે છે. જ્યાં, દીપિકા પાદુકોણે મોટાભાગની કેટેગરીમાં વિજેતાના રૂપમાં પોતાની જગ્યા બનાવી છે. આ સર્વે 23 શહેરોથી 60,000 રિસ્પોન્ડેંટના પૈન-ઈન્ડિયા સેમ્પલ સાઈઝની સાથે IIHB દ્વારા કરાયેલ એક અધ્યયન પર આધારિત છે.

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા જલદી જ નાગ અશ્વિનની પૈન-ઈન્ડિયા બહુભાષી ફિલ્મની સાથોસાથ શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X