• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : દીપિકા થયાં 27 વર્ષનાં, જાણો 10 રસપ્રદ બાબતો

|

મુંબઈ, 5 જાન્યુઆરી : સેક્સી અને સ્ટાઇલિશ એક્ટ્રેસ દીપિકા પાદુકોણેએ આજે 27 વર્ષના થઈ ગયાં. બૉલીવુડમાં બાદશાહ શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર દીપિકાને આ ફિલ્મ માટે ફિલ્મફૅરનો બેસ્ટ ફીમેલ ડેબ્યુટનો ઍવૉર્ડ મળ્યો હતો. દીપિકાના જન્મ દિવસે આજે અમે આપને જણાવીશું દીપિકાના જીવન સાથે જોડાયેલ 10 એવી રસ્પરદ બાબતો કે જેના અંગે કદાચ કોઈ નથી જાણતું.

દીપિકા પાદુકોણે વર્ષ 2012ના સૌથી સફળ અભિનેત્રીઓમાંના એક રહ્યાં. તેમણે કૉકટેલ જેવી હિટ ફિલ્મ આપી, તો 2013માં તેમના હાથે ઘણી સારી ફિલ્મો છે કે જેમાંની એક છે રેસ 2. તેમાં સૈફ અલી ખાન તેમની સાથે છે. દીપિકા ફિલ્મોની સાથે-સાથે અનેક મોટી જાહેરાતોમાં પણ કામ કરી રહ્યાં છે. 2012માં તેઓ અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યાં. તેમાં સૌથી વધુ રણબીર કપૂર સાથે બ્રેકઅપ ચર્ચામાં રહ્યું.

ફિલ્મોમાં આવતા અગાઉ દીપિકા એક સફળ મૉડેલ હતાં. હિમેશ રેશમિયાના ગીત નામ હૈ તેરા... પછી તેઓનો ચર્ચિત ચહેરામાં સમાવેશ થઈ ગયો. કિંગફિશરના પાંચમા ફૅશન ઍવૉર્ડ્સમાં તેમને ફીમેલ મૉડેલ ઑફ ધ ઈયરના ખિતાબથી નવાજાયાં. સાથે જ 2006માં તેમની કિંગફિશરની સ્વિમસૂટર કૅલેન્ડર માટે પસંદગી કરાઈ અને પછી તેમને આઇડિયા ઝી ફૅશન ઍવૉર્ડ્સમાં ફીમેલ મૉડેલ ઑફ ધ ઈયર તથા ફ્રેશ ફેસ ઑફ ધ ઈયરનો ઍવૉર્ડ મળ્યો.

દીપિકા પાદુકોણેનો જન્મ 5મી જાન્યુઆરી, 1986ના રોજ ડેનમાર્કના કૉપેનહેગન ખાતે થયો હતો. દીપિકા જાણીતાં બૅડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણેના પુત્રી છે.

આવો દીપિકાની તસવીરો સાથે જાણીએ તેમના અંગેની 10 રસપ્રદ વણજાણેલી બાબતો.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકાનો જન્મ ડેનમાર્કના કૉપેનહેગન ખાતે 5મી જાન્યુઆરી, 1986ના રોજ થયો હતો. દીપિકા જાણીતા બૅડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણેના પુત્રી છે.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકાએ શાઇમાક ડેવર પાસેથી ડાંસ શીખ્યો છે.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા પાદુકોણેની પ્રથમ ફિલ્મ કન્નડ હતી. તેનું નામ હતું ઐશ્વર્યા. આ ફિલ્મ સફળ નહોતી રહી. દીપિકાને સાચી ઓળખ હિન્દી ફિલ્મ ઓમ શાંતિ ઓમ દ્વારા મળી. શાહરુખ ખાન સાથે દીપિકાની આ જોડી ખૂબ વખણાઈ.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

ફરાહ ખાને દીપિકાને પોતાની આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર માટે સાઇન કર્યા હતાં, પરંતુ પછી તેમણે ઓમ શાંતિ ઓમ માટે તેમને સાઇન કર્યાં. હવે હૅપ્પી ન્યુ ઈયરમાં પણ દીપિકા શાહરુખ સાથે નજરે પડશે.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકાના ફેવરિટ એક્ટર શાહરુખ ખાન છે અને તેમની સાથે જ તેમણે કૅરિયર શરૂ કર્યુ હતું. ટુંકમાં જ આ જોડી હૅપ્પી ન્યુ ઈયરમાં દેખાશે.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં દીપિકાનો પહેલો ડાયલૉગ હતો - કુત્તે કમીને, ભગવાન કે લિએ મુઝે છોડ઼ દો.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકાના મનપસંદ અભિનેત્રીઓ છે માધુરી દીક્ષિત, શ્રીદેવી અને કાજોલ.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકાને મૅટ્રિક્સ તથા ચાર્લીસ એંજલ્સ જોવા ખૂબ ગમે છે.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

બાળપણમાં દીપિકા હીરોઇન બનવા નહોતા માંગતાં. તેમણે ક્યારેય વિચાર્યુ નહોતું કે તેઓ ક્યારેક એક્ટિંગમાં પગ મુકશે, પરંતુ કિસ્મતે તેમના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યુ હતું.

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા સાથે જોડાયેલી 10 રસપ્રદ બાબતો

દીપિકા દસમા ધોરણ સુધી પોતે પણ બૅડમિન્ટન રમતા હતાં.

English summary
Deepika Padukone turns 27 today. he made her debut with Farah Khan's Om Shanti Om, along with Shahrukh Khan. And in no time, this leggy lass became one of the most bankable actresses of the tinsilville. Deepika Padukone was a very successful model before entering into films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more