Deepika Padukone Daughter Name : દીપિકા-રણવીરે દિકરીના નામની જાહેરાત કરી, જુઓ ફોટો
Deepika Padukone Daughter Name : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બરે દિકરીને જન્મ આપ્યો હતો. હવે આ કપલે દિકરીના નામની જાહેરાત કરી છે.
દીપિકા પાદુકોણ અને રણબીર સિંહ દિવાળીના અવસરે તેમની દિકરીના નામની જાહેરાત કરી છે. તેમણે એક ફોટો પોસ્ટ કરીને દિકરીના નામને લોકો સાથે શેર કર્યુ.

આ કપલે તેમની નાની એન્જલનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. દીપિકા અને રણવીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ જાણકારી આપી. રણવીર અને દીપિકાએ પોસ્ટમાં લખ્યું કે, દુઆ પાદુકોણ સિંહ. દુઆ એટલે પ્રાર્થના, કારણ કે તે અમારી પ્રાર્થનાનો આ જવાબ છે.
આ દિવાળી ખાસ છે કારણ કે તેઓ તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ખુશીની ઉજવણી કરી રહ્યા છે. કપલ પ્રથમ વખત તેમની લાડલી દિકરી સાથે તહેવારની ઉજવણી કરી રહ્યું છે. બીજી તરફ સિંઘમ અગેઇન પણ એ જ દિવસે રિલીઝ થવાની સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.
જણાવી દઈએ કે, આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં બંને મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રણવીરનો અભિનય જોઈને દર્શકો ખૂબ જ ખુશ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. રણવીર આમાં સિમ્બાના રોલમાં છે, લોકોને તેની કોમેડી પસંદ આવી રહી છે.
બીજી તરફ દીપિકા ફિલ્મમાં લેડી સિંઘમનો રોલ કરી રહી છે. તેની ભૂમિકાને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આજે બંનેએ ફિલ્મની સાથે પોતાની પુત્રીનું નામ પણ જાહેર કરીને પોતાના ચાહકોને બેવડી ખુશી આપી છે.












Click it and Unblock the Notifications
