લગ્ન બાદ ફિટનેસ પર ધ્યાન આપી રહી છે દીપિકા, સામે આવ્યો વર્કઆઉટનો વીડિયો
હાલમાં એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દીપિકા ખૂબ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે.
બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલમાં જ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા. તેમના લગ્ન અને રિસેપ્શનના ફોટાએ ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયાને ઘેરી રાખ્યુ. પરંતુ હવે જ્યારે તે આ બધામાંથી ફ્રી થઈને પાછી શૂટિંગ પર આવી છે તો તેના આરોગ્યનુ સંપૂર્ણપણે ધ્યાન રાખી રહી છે. લગ્ન વચ્ચે જે વર્કઆઉટ તેણે મિસ કર્યુ તે હવે ફરીથી શરૂ કરી રહી છે. આનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દીપિકા ખૂબ એક્સરસાઈઝ કરતી જોવા મળી રહી છે. સીડીઓ પર દોડતી દીપિકાએ ટી શર્ટ અને જોગર્સ પહેર્યા છે.

દીપિકાનો આ વીડિયો ટ્રેનિંગ વિધ નામ નામના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કરાયો છે. આ દીપિકાના પર્સનલ ટ્રેનરનું અકાઉન્ટ છે. દીપિકા પોતાનું વર્કઆઉટ ક્યારેય મિસ ન કરવા માટે જાણીતી છે. પોતાના લગ્ન પહેલા પણ તે સારા બૉડી માટે ઘણી મહેનત કરતી જોવા મળી હતી.
દીપિકા હાલમાં પતિ રણવીર સિંહની ફિલ્મ સિંબાની સ્ક્રીનિંગમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ બંનેએ ઈટલીમાં અમુક જ મહેમાનો વચ્ચે લગ્ન કરી લીધા અને ભારત આવીને મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યુ. બંનેના લગ્નના ફોટા માટે ફેન્સમાં ઘણી આતુરતા હતી અને જેવા તેમના ફોટા સામે આવ્યા તો ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ. લગ્ન પહેલા પણ દીપિકા અને રણવીરનો લાંબા સમય સુધી ચાલેલો અફેર કોઈનાથી છૂપો નથી. બંને ઘણી વાર મીડિયા વચ્ચે ખુલ્લેઆમ તેમનો સંબંધ કબૂલ કરતા જોવા મળ્યા છે.












Click it and Unblock the Notifications
