PICS : રણબીર સાથે ફરી ‘તમાશા’ કરતા દીપિકાના પેટમાં થઈ રહી છે ગલીપચી?
મુંબઈ, 3 જુલાઈ : ફરી એક વાર અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના બૉયફ્રેન્ડ રણબીર કપૂર અંગે ચર્ચામાં છે. બંને ફરી એક વાર રૂપેરી પડદે લીડ કપલ તરીકે જોવા મળશે. આ બંનેને સાથે લાવવાનું કામ કરી રહ્યાં છે જાણીતા ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી કે જે રણબીર સાથે રૉકસ્ટાર જેવી ફિલ્મ આપી ચુક્યા છે. રણબીર-દીપિકાની આ આગામી ફિલ્મનું નામ છે તમાશા કે જે અંગે દીપિકા ખૂબ જ ઉત્સાહિત છે.
એફએચએમ મૅગેઝીનનુ લેટેસ્ટ એડિશન લૉન્ચ કરતાં દીપિકાએ તમાશા અંગે જણાવ્યું - હું ખૂબ જ ઉત્સાહિત છું અને તેનો ઇંતેજાર કરી રહી છું. હું લગભગ તેવી જ રીતે ગભરાયેલી છું કે જેમ પહેલી ફિલ્મ અંગે હતી. મારા પેટમાં ગલીપચી થઈ રહી છે, એકદમ એવી જ કે જાણે મારી પહેલી ફિલ્મ હોય. દીપિકા-રણબીરે પહેલી વખત બચના ઐ હસીનોમાં સાથે કામ કર્યુ હતું, તો છેલ્લે આ જોડીએ યે જવાની હૈ દીવાની જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપી હતી.
કદાચ દીપિકા પાદુકોણેને પેટમાં ગલીપચી રણબીર કપૂરના કારણે થઈ રહી છે કે જેમની સાથે ક્યારેક તેઓનું લવ-અફૅર હતું. ચાલો તસવીરો સાથે જાણીએ વધુ કહાણી :

તમાશામાં રણબીર-દીપિકા
દીપિકા પાદુકોણે અને રણબીર કપૂરની જોડી ફરી એક વાર તમાશા ફિલ્મમાં ચમકવા જઈ રહી છે.

ઉત્સાહિત છે દીપિકા
દીપિકા પાદુકોણેએ આજે એફએચએમ મૅગેઝીનના લેટેસ્ટ એડિશનના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું કે તેઓ તમાશા ફિલ્મ અંગે ઉત્સાહિત છે.

પેટમાં ગલીપચી થઈ રહી છે...
દીપિકાએ જણાવ્યું - હું લગભગ તેવી જ રીતે ગભરાયેલી છું કે જેમ પહેલી ફિલ્મ અંગે હતી. મારા પેટમાં ગલીપચી થઈ રહી છે, એકદમ એવી જ કે જાણે મારી પહેલી ફિલ્મ હોય.

વિશ્વના સૌથી સેક્સી મહિલા
દીપિકા પાદુકોણે વિશ્વના સૌથી સેક્સી મહિલા જાહેર કરાયા છે. એફએચએમ દ્વારા સૌથી સેક્સી મહિલા જાહેર કરાયા છતાં દીપિકા આમ કેમ ગભરાઈ રહ્યાં છે?

લાંબી રિલેશનશિપ
રણબીર-દીપિકા વચ્ચે લાંબા વખત સુધી રિલેશનશિપ રહી છે અને તેમણે પહેલી વખત 2008માં આવેલી બચના ઐ હસીનોં ફિલ્મમાં સાથે કર્યુ હતું.

બ્રેક-અપ
બચના ઐ હસીનોં બાદ રણબીર-દીપિકા વચ્ચે બ્રેક-અપ થઈ ગયુ હતું.

અને કડવાશ મટી
જોકે યે જવાની હૈ દીવાની ફિલ્મમાં બંનેએ એક સાથે આવ્યાં અને આ સાથે જ બંને વચ્ચેની કડવાશ મટી ગઈ.

રણવીર સાથે ચર્ચા
રણબીર સાથે બ્રેક-અપ બાદ રામલીલા ફિલ્મના કો-સ્ટાર રણવીર સિંહ સાથે દીપિકા પાદુકોણેના અફૅરની ચર્ચાઓ શરૂ થઈ છે.

રણબીર-કૅટ
બીજી બાજુ દીપિકા સાથે બ્રેક-અપ બાદ રણબીર કપૂર પણ હવે કૅટરીના કૈફ તરફ વળી ચુક્યાં છે.

તમાશા બનશે હૅટ્રિક
દીપિકા-રણબીર ભલે હાલ પર્સનલ લાઇફમાં જુદા-જુદા માર્ગે હોય, પણ તમાશા તેમની ત્રીજી ફિલ્મ હશે.












Click it and Unblock the Notifications
